Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગીતા વિદ્યાલયનો ૫૮માં વર્ષમાં પ્રવેશઃ કાલે ૧૨૫ ભાવિકો ઍક સાથે ગીતાજીનું પઠન કરશે

રાજકોટ સ્થિત મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા : બાળસંસ્કાર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર સહિતની થઇ રહેલ સેવાકીય પ્રવૃતિઓ

રાજકોટઃ શહેરના જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજી. ચેરિટેબલ ટ્રસ્ટ) તા. ૩-૧૨ ને શનિવારે ગીતા જયંતિના રોજ ભગવદ્ ગીતાનો ગુંજારવ અને માનવસેવાના ૫૭ વર્ષોની સેવાયાત્રા પૂર્ણ કરીને ૫૮માં વર્ષમાં પ્રવેશ કરે છે. આજનો બાળકઍ આવતી કાલનો નાગરિક છે તે ધ્યાનમાં રાખીને જા બાળકોને બાળપણથી જ ગીતાજી-રામાયણનું અધ્યયન કરાવવામાં આવે તો સદાચાર, સદ્ગુણ, સહિષ્ણુતાથી પરિપૂર્ણ આદર્શ નાગરિકોનુ ઘડતર થાય અને ઍક આદર્શ ભારત રાષ્ટ્રનુ નિર્માણ થાય. આ ભવ્્ય હેતુને નજર સમક્ષ રાખીને ભાગવતાચાર્ય  શ્રી મનહરલાલજી મહારાજે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, ગોîડલ, ખાંડાધાર, કોસંબા, ધારી,  ધ્રોલ સહીત અનેક સ્થળોઍ ગીતાવિદ્યાલયની સ્થાપના કરી, જેમાં રાજકોટમાં આજથી ૫૭ વર્ષો પૂર્વે પાનાચંદ જાદવજી ખખ્ખર, હરસુતભાઇ રાવલ,  કેશુભાઇ જાષી, ચંદુભાઇ  ભટ્ટ, આર.ઍલ.જાની, બાબુભાઇ પરમાર, મગનભાઇ રાવલ, કુવરજીભાઇ નંદાણી, હંસરાજભાઇ પટેલ, ચંદુભાઇ મહેતા વગેરે ટ્રસ્ટીઓના સહકારથી ગીતાજયંતિના રોજ ગીતાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવેલ.

રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૭ વર્ષોથી ગીતાવિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળસંસ્કાર કેન્દ્ર, ગીતાપ્રચાર,  સંસ્કૃત પ્રચાર, નિઃશુલ્ક ઉનાળુ છાશકેન્દ્ર, નિઃશુલ્ક  મેડિકલ નિદાન-સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તકમેળો, મેડીકલ સાધનસહાય જ્ઞાનયજ્ઞ, બાળમજૂરી નાબુદી અભિયાન, સતસાહિત્યનું વિતરણ, મહોત્સવોની ઉજવણી ,વ્યસનમુકિત, યોગ શિબિર, ભજનસંધ્યા, ભગવદ્ગીતા પારાયણ વગેરે સેવાપ્રવૃતિઓનું નિયમિતપણે સંચાલન થાય છે. સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને કારણે રાજકોટ મહાનગર પાલિકાઍ જંકશન પ્લોટ મેઇન રોડને ગીતા વિદ્યાલય રોડ નામ આપેલ છે.

આવતી કાલે ગીતા જયંતિ નિમિતે શનિવારે ગીતા વિદ્યાલયમાં સાંજે ૪.૩૦ થી ૭.૩૦ સુધી ભગવદ્ ગીતાના સામૂહિક સંપૂર્ણ ગીતાપાઠનું આયોજન કરેલ છે. જેમાં ૧૨૫ થી વધુ ભાવિકો ઍક સાથે ગીતાજીના પાઠ કરશે.

તસ્વીરમાં ડો. કૃષ્ણકુમાર મહેતા મો. (૯૮૯૮૩૧૮૨૮૬), દિપ્તીબેન કારીઆ, શૈલેષભાઇ જાશી, કિરણભાઇ  ભટ્ટ અને સૂર્યકાંત ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

ગીતા વિદ્યાલયઃ અજાડ દેવાલય

૧) ગુજરાતમાં સૌ પ્રથમ વાર આજથી ૭૨ વર્ષો પૂર્વે જામનગરમાં પૂ.શ્રી મનહરલાલજી મહારાજશ્રીઍ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી, ગીતા જયંતિની ઉજવણીનો પ્રારંભ કર્યો અને નાના બાળકોને સંસ્કૃત શ્લોકોની અંતાક્ષરી રમતા કર્યા.

૨) ગુજરાતમાં સૌ પ્રથમવાર શિવજીના સમસ્ત પરિવારના અને ચાર ધામના દર્શન ઍક જ સ્થળે થતાં હોય તેવા દેવસ્થાન ગીતા મંદિર(ગીતા વિદ્યાલય)નું રાજકોટમાં નિર્માણ થયું.

૩) ગુજરાતમાં સૌ પ્રથમવાર ગીતાપ્રેસ ગોરખપુરના ધાર્મિક પુસ્તકમેળાનું સફળ આયોજન ગીતા વિદ્યાલયમાં થયું.

૪) ગુજરાતમાં સૌ પ્રથમવાર ગ્રેનાઇટમાં સુવર્ણ અક્ષરે ગુજરાતી ભાષામાં પ્રમાણિત ગીતાસાર તથા ગીતા વરદાન ની ગીતા વિદ્યાલયમાં ઉપલબ્ધિ થઇ.

૫) ગુજરાતમાં સૌ પ્રથમવાર પૂ. શ્રી મનહરલાલજી મહારાજે ઍકજ માસમાં, ઍક જ શહેર (જામનગર) માં સતત બે-બે અષ્ટોત્તરશત (૧૦૮) ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઇતિહાસ સર્જ્યો.

૬) ગુજરાતમાં સૌ પ્રથમવાર શિવલિંગની સાથે શિવપાર્વતીનું પ્રાણપ્રતિષ્ઠા સાથે સજાડે મૂર્તિમંત બિરાજમાન હોય તેવા જીવનમુકતેશ્વર મંદિરનુ÷ ધારીમાં નિર્માણ થયું.

૭) ગુજરાતમાં સૌ પ્રથમવાર છેલ્લા ૨૦ વર્ષોથી સતત દર વર્ષે ત્રણથી વધુ વખત ૧૧૧ ભાવિકો શુદ્ધ શાસ્ત્રોકત ઉચ્ચાર સાથે સામૂહિક સંપૂર્ણ ગીતાપાઠ (ભગવદ્દ ગીતા પારાયણ) કરતા હોય તેવું ભાવવિભોર આયોજન.

ગુજરાતમાં સૌ પ્રથમવાર અખબારો તથા પુસ્તકો સાથેનું સિનિયર સિટીઝન વાચનાલય, કાયમી નિઃશુલ્ક નિદાન-સારવારનું(ક્લિનિક) ઔષધાલય, વિવિધ સેવાપ્રવૃતિઓ સાથેનું સેવાલય, ગીતાઅધ્યયન, સંસ્કૃત પ્રચાર, સતસાહિત્યનું વિતરણનું વિદ્યાલય અને મહાદેવજી, પાર્વતીજી, ગણપતિ, કાર્તિકેય ઍમ શિવજીનો સમસ્ત પરિવાર, ભારતના મુખ્ય ચાર ધામ(રામેશ્વર મહાદેવ, દ્વારકાધીશ, બદ્રિનાથજી, જગન્નાથજી) ના, વિવિધ દેવદેવતાઓના ઍક સાથે દર્શન થતાં હોય તેવુ અજાડ દેવાલય, ઍમ ઔષધાલય, વાચનાલય, સેવાલય, વિદ્યાલય સાથેના ઍક અજાડ દેવાલયનું ગીતા વિદ્યાલયમાં નિર્માણ થયું.

(4:33 pm IST)