Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઇ.વી.એમ. રીસીવિંગ સેન્‍ટરની મુલાકાત લેતા કલેકટર - પોલીસ કમિશનર

સ્‍ટ્રોંગ રૂમની ત્રિસ્‍તરીય સુરક્ષાની ચકાસણી તેમજ સમગ્ર વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ

રાજકોટ તા. ૨ : રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની ટીમે આજે કણકોટ એન્‍જિનિયરિંગ કોલેજ ખાતે ઇ.વી.એમ રીસીવિંગ સેન્‍ટરના સ્‍ટ્રોંગ રૂમોની મુલાકાત લઈને સલામતી વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કર્યું હતું.

૮મી ડિસેમ્‍બરે મત ગણતરીના દિવસે સમગ્ર કામગીરી સુચારૂ અને સુવ્‍યવસ્‍થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુએ સમગ્ર વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

જયારે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમગ્ર કણકોટ એન્‍જિનિયરિંગ કોલેજ ખાતે ગોઠવાયેલી ત્રિસ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા અંગે માહિતી મેળવી હતી તેમજ સુરક્ષા વ્‍યવસ્‍થામાં કોઈ પણ કચાસ ન રહી જાય તે જોવા સુરક્ષા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. આ તકે  ઓર્બ્‍ઝવર નિલમ મીણા અને સુશીલ કુમાર પટેલ, જોઈન્‍ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા, નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, અધિક ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર વગેરે સાથે રહ્યા હતા.

(4:38 pm IST)