Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઈન્‍દ્રનિલભાઈએ ચૂંટણીનો થાક ઉતાર્યોઃ દિવસભર આરામ જ કર્યો

રાજકોટઃ રાજયમાં પ્રથમ તબકકાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ઘણા દિવસથી ચૂંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત ઉમેદવારોએ  આજે રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક ઉમેદવારો નિત્‍યકામમાં લાગી ગયા છે. તો કેટલાક ઉમેદવારોએ સંપૂર્ણ આરામ કર્યો હતો.

દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ઈન્‍દ્રનિલ રાજયગુરૂનએ કહ્યું કે આટલા દિવસથી સતત ચૂંટણી પ્રચારને પગલે આરામ મળ્‍યો જ ન હતો. ચૂંટણી બાદ થોડો તાવ અને થાક અનુભવી રહ્યો છું. જેથી આજે આખો દિવસ આરામ જ કર્યો હતો.

(4:54 pm IST)