Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

રાજકોટમાં જાહેરમાં ગંદકી કરવા બદલ ૮૦ ફૂટ રોડ પરની ખેતલા આપા પાન & ટી-સ્ટોલ, સંતોષ પાન & કોલ્ડડ્રિંક તથા ડીલકસ પાન સહિત ત્રણ દુકાનો સીલ

મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવા છતા જાહેર સ્વચ્છતા ન જળવતા કાર્યવાહી: નોટીસ અને દંડ ફટકારાયો

રાજકોટ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાના ચેકીંગ દરમ્યાન મોહનભાઈ સરવૈયા હોલ, ૮૦ ફૂટ રોડ પર આવેલ ખેતલા આપા પાન & ટી-સ્ટોલ, સંતોષ પાન & કોલ્ડડ્રિંક, ડીલકસ પાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.૦૨ના  સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.૦૨ સાંજે ખેતલા આપા પાન & ટી-સ્ટોલ, સંતોષ પાન & કોલ્ડડ્રિંક, ડીલકસ પાન સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – ૧૯૪૯ની કલમ – ૩૭૬ “એ” હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.

 

 હાલ સરકારશ્રીની “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે. તેમ 

 રાજકોટ મહાનગરપાલિકાના ૫ર્યાવરણ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.

(9:29 pm IST)