Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પડધરીના સરપદડ ગામે પુત્રવધુના આપઘાત કેસમાં પકડાયેલ સાસરીયાના જામીન મંજુર

રાજકોટ,તા. ૩ : પડધરી તાલુકાના સરપદળ ગામેની ડાભી કુળની પુત્રવધુને ધરકામ બાબતે શારીરિક માનસીક ત્રાસ આપી એક્‍બીજાને મદદગારી કરીને કુંજલને ગળે ફાંસો ખાઈ મરવા મજબૂર કરનાર દિયર, સસરા, સાસુને રાજકોટના  એડી. સેશન્‍સ જજે રેગ્‍યુલર જામીન પર મુક્‍ત કરતો હકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઈએ તો મોરબી જીલ્લાના આમરણ ગામના રહીશ ગુજરનારના માતા પ્રભાબેન બટુકભાઈ થારુકીયાએ પડધરી પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ (૧) સસરા - હંસરાજભાઈ વીરજીભાઈ ડાભી (૨) દિયર - સંજય ઉર્ફે હાર્દીક હંસરાજભાઈ ડાભી (૩) સાસુ - તારાબેન હંસરાજભાઈ ડાભી રહે. બધા સરપદડ નાઓ વિરૂધ્‍ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે આરોપીઓએ ફરીયાદીની મરણ જનાર દિકરી ડુંજલબેનને ઘરકામ બાબતે શારીરીક માનસીક ત્રાસ આપી આરોપીઓએ ગુનો કરવામા એકબીજાને મદદગારી કરી ફરીયાદીની દિકરીને મરવા માટે મજબુર કરતા ફરીયાદીની દિકરી કુંજલબેને પોતાના સાસરે ગળે ફાસો ખાઈ મરણ ગયેલ હોય તે મતલબની ફરીયાદ નોંધાવેલ.

ઉપરોક્‍ત કામેના ત્રણેય આરોપીઓ/અરજદારોએ જામીન પર મુક્‍ત થવા રાજકોટની સેસન્‍સ અદાલતમા રેગ્‍યુલર જામીન અરજી કરી હતી.

બંને પક્ષની રજુઆતો ત.ક.અધીકારીના સોગંદનામા પોલીસ પેપર્સ તથા જુદી જુદી વડી અદાલતોના અને એપેક્ષ કોટના ચુકાદાઓની હકીક્‍તો લક્ષે લેતા તેમજ ફરીયાદ વંચાણે લેતા આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદીની દિકરી ડુંજલબેનને ઘરકામ બાબતે શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરી એક્‍બીજાને મદદગારી કરી ગુજરનારને પોતાના સાસરે ગળેફાસો ખાધેલ હોવાનો આક્ષેપ છે સદર કામની તપાસ પૂર્ણ થઈ ત.ક.અધીકારીએ ચાજસીટ રજુ કરી દિધેલ છે ઈન્‍ટ્રોગેશન પૂર્ણ થઈ ગયેલ છે સોગંદનામુ જોતા આરોપીઓનો કોઈ ગુનાહીત ભૂતકાળ હોવાનુ જણાતુ નથી અગાઉ ત્રાસ બાબતે કોઈ ફરીયાદ આપવામા આવેલ નુ જણાતુ નથી સાહેદોના નીવેદનો લેવાઈ ગયેલ હોય ચાજસીટ થઈ ગયેલ હોય તેથી સાહેદોને ધમકાવવાનો સવાલ રહેતો નથી આરોપી નાશી ભાગી જાય કે ટ્રાયલ સમયે હાજર ન રહે તેવુ જણાતુ નથી ગુનાહીત ઈતીહાસ નથી વડી અદાલતો તથા એપેક્ષ કોટના ચુકાદાઓના માર્ગદર્શક સીધ્‍ધાંતો લક્ષે લઈ અરજદારોની જામીન ઉપર મુક્‍ત કરવાનુ મુનાસીફ માની ત્રણેય અરજદાર/આરોપીઓને જામીનપર મુક્‍ત કરતો હુકમ ફરમાવવામા આવેલ.

ઉપરોક્‍ત કેસમા આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્‍સ રામાણી, ભરત વેકરીયા રોકાયેલ હતા.

(1:41 pm IST)