Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રવિવારે રાજકોટના રાજમાર્ગો પર દોડશે ૭ હજાર થી વધુ સાયકલો

મહાનગરપાલિકા, રોટરી ક્‍લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્‍વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુકત ઉપક્રમે સાયકલોફન તા. પ સવારે ૦૬ : ૪૫ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે જોડાશેઃ રજીસ્‍ટ્રેશન કરાવેલ હોઈ તે સાયકલીસ્‍ટ પોતાની કીટ રોટરી મિડટાઉન લાયબ્રેરી અમીન માર્ગ પરથી લેવી : કુલ ૪૦ સાયકલ લક્કી ડ્રોમાં ગીફ્‌ટ તથા ૫૦ લક્કી ડ્રો ના આકર્ષક ઇનામો સ્‍પર્ધાપૂર્ણ કરનાર દરેક સ્‍પર્ધકને મેડલ

રાજકોટ, તા.૦૩ :  ફીટ રાજકોટ અંતર્ગત મહાનગરપાલિકાને રોટરી ક્‍લબ મિડટાઉન દ્વારા ઘણા વર્ષોથી સાયક્‍લોફનનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને કોર્પોરેશન, રોટરી મીડટાઉન કલબ, સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્‍લબના સંયુક્‍ત ઉપક્રમે તા.૫ના રવિવારે સાયક્‍લોફનનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં વધુમાં વધુ શહેરીજનો જોડાય અપીલ કરાઇ છે. આ સાયક્‍લોફનમાં પાંચ કી.મી. અને ૨૦ કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવશે. આ વખતે સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલોના એસો.પણ જોડાયેલ છે. જેના કારણે શહેરની ૫૦૦ થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. અત્‍યાર સુધીમાં ૫૦૦૦ થી વધુ રજીસ્‍ટ્રેશન થઈ ગયેલ છે. તેમ સ્‍ટે. કમીટી પુષ્‍કર પટેલ, અમિત કરોરા તથા સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળીયા એ જણાવ્‍યું છે.

આ અંગે આયોજકોના જણાવ્‍યા મુજબ આયોજકોના જણાવ્‍યા મુજબ આ વખતે કુલ ૪૦ સાયકલ લક્કી ડ્રો માં ગીફ્‌ટ આપવામાં આવશે. એ ઉપરાંત અન્‍ય ૫૦ લક્કી ડ્રો ના આકર્ષક ઇનામોથી લોકોનો ઉત્‍સાહ વધારવામાં આવશે. લક્કી ડ્રોમાં દરેક લોકો ભાગ લઇ શકશે જે માટે દરેક ભાગ લેનારને કિટ સાથે આપેલ લક્કી ડ્રોનું કૂપન સાથે રાખવાનું રહેશે. જેની પાસે કૂપન નહીં હોય તેને સ્‍થળ પર લક્કી ડ્રોની ગીફ્‌ટ આપવામાં આવશે નહીં. સાઇક્‍લોફન પૂર્ણ કરી આવનાર દરેક સ્‍પર્ધકને મેડલ આપવામાં આવશે. ખાસ નોંધવું કે આ કોઇ સ્‍પર્ધા નથી, વિદ્યાર્થીઓ અને લોકોનો ઉત્‍સાહ વધે તેમજ ફિટનેસ પ્રત્‍યે જાગળતતા વધે તે માટેનો નમ્ર પ્રયાસ છે.

પાંચ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારી સાયક્‍લોફનમાં ભાગ લેવા માંગતાં (૧૨ વર્ષથી ઊપરના) સાયકલીસ્‍ટો સ્‍પોટ રજીસ્‍ટ્રેશન રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન માર્ગ ખાતે શનિવારે બપોરે ૩ વાગ્‍યા સુધી ચાલુ રહેશે ત્‍યાર બાદ કોઇ રજીસ્‍ટ્રેશન લેવામાં આવશે નહીં. આ ઉપરાંત વધુ વિગતો માટે તેઓ ૭૪૦૫૫ ૧૩૪૬૮ ઉપર ટેલિફોનિક સંપર્ક કરી શકશે. શુક્રવારથી રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીનમાર્ગ ખાતેથી કિટ વિતરણ શરૂ થઇ ગયું છે. જે સ્‍વનિર્ભર શાળાના બાળકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. તેની કિટ શાળામાં પહોંચી જશે. વધુમાં સાઇક્‍લોફનના દરેક રૂટ પર આવતી દુકાનોના વેપારીઓએ પોતાને ત્‍યાં ચિયરીંગ પોઇન્‍ટ બનાવવો હોય તો આયોજકોનો સંપર્ક કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, જેના વિના આવડી મોટી ઇવેન્‍ટ શકય તેવી રાજકોટ પોલીસનો સંપૂર્ણ સહકાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઇક્‍લોફનમાં સાંપડ્‍યો છે. સમગ્ર રૂટ પર રાજકોટ પોલીસ હાજર રહેશે. આ સાયક્‍લોફનને સફળ બનાવવા કોર્પોરેશન, રોટરી મીડટાઉન કલબ, સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્‍લબ જહેમત ઉઠાવી રહ્યા છે.

 સાયક્‍લોફનનો

 પ કિ.મી.નો રૂટ

- રેસકોર્સ (લોકમેળા ગ્રાઉન્‍ડ) સ્‍ટાર્ટ પોઇન્‍ટ - રેસકોર્સ બાલભવન (બાલ ભવન મેઇન ગેટ) - જીલ્લા પંચાયત ચોક - શ્રી રામકળષ્‍ણ આશ્રમ - ટાગોર રોડ - એસ્‍ટ્રોન ચોક - મહિલા કોલેજ - કિશાનપરા ચોક - બીગ બાઇટ - રેસકોર્સ (એરપોર્ટ ગેટ) એન્‍ડ પોઇન્‍ટ.

સાયક્‍લોફનનો

૨૦ કિ.મી. નો રૂટ

રેસકોર્સ (લોકમેળા ગ્રાઉન્‍ડ) સ્‍ટાર્ટ પોઇન્‍ટ - રેસકોર્સ બાલ ભવન ગેટ - જીલ્લા પંચાયત ચોક - ડો. યાજ્ઞિક રોડ - માલવિયા ચોક - ત્રિકોણ બાગ - એસ.ટી.બસ સ્‍ટોપ - નાગરિક બેન્‍ક ચોક (ભક્‍તિ નગર) - મક્કમ ચોક - સત્‍યવિજય આઇસક્રિમ- ભક્‍તિનગર સ્‍ટેશન ચોક- ટાગોર રોડ- લક્ષ્મીનગર અંડર બ્રીજ- નાનામવા સર્કલ - મોકાજી સર્કલ - હોટલ સયાજી - ક્રિસ્‍ટલ મોલ - આકાશવાણી ચોક (એસએનકે) - સાધુવાસવાણી રોડ - રૈયા રોડ - રૈયા સર્કલ - હનુમાન મઢી - નિર્મલા રોડ - કોટેચા ચોક - મહિલા કોલેજ - કિસાનપરા ચોક - રેસકોર્સ (એરપોર્ટ ગેટ) એન્‍ડ પોઇન્‍ટ

(3:23 pm IST)