Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગાયકવાડી-જંકશન -મોરબી રોડ સહિતના વિસ્‍તારમાં ૩૯ મિલ્‍કતોને તાળા

૩૩ મિલ્‍કતોને ટાંચ જપ્‍તીની નોટીસ : ર નળ કનેકશન કપાયા : અર્ધા દિ'માં ૪૮ લાખની આવકઃ વિવિધ વિસ્‍તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી : મનપાની વેરા શાખાની બાકીદારો સામે લાલ આંખ

રાજકોટ, તા. ૩ :  મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા વિવિધ વિસ્‍તારના ચાલુ નાણાકીય વર્ષનો બાકી વેરો વસુલવા આજે કુલ ૩૯-મિલ્‍કતોને સીલ તથા ર-નળ કનેકશન કપાત તથા ૩૩ -મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી છે. બપોર સુધીમાં રૂા. ૪૭.૮પ લાખ ની આવક થવા પામી છે.

મનપાની વેરાવસુલાત શાખા દ્વારા વર્ષ-ર૦રર-ર૩ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વાલ્‍મીકી વાડીમાં આવેલ ર -યુનિટને સીલ, ગાયકવાડી મેઇન રોડ પર ૩ યુનિટને સીલ, જંકશન મેઇન રોડ પર આવેલ કવિતા એપાર્ટમેન્‍ટ ર-યુનિટ સીલ, મોરબી રોડ પર આવેલ ૧-યુનિટ સીલ, ગોંડલ રોડ પર આવેલ વિત ભવનમાં પ-યુનિટ સહિત ૩૯ મિલ્‍કત સીલ કરેલ તથા ગોંડલ રોડ પર આવેલ પ્રભાત કોમ્‍પ્‍લેક્ષ ૪-યુનિટ, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં આવેલ ૩-યુનિટ, સમ્રાટ ઇન્‍ડ. એરીયામાં ર-યુનિટ સહિત નોટીસ ૩૩ ને જપ્તીની નોટીસ આપવામાં આવી છે.

આજે સે. ઝોન દ્વારા કુલ-ર૧ મિલ્‍કત સભ્‍ય ર-નળ કનેકશન કપાત તથા ૧૭-મિલ્‍કતોને ટોચ જપ્તી નોટીસ આપેલ તથા વસુલાત રૂા. ૧૬.ર૭ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ-૩ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૯ મિલ્‍કતનોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧ર.૪૪ લાખ તથા ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ -૧પ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૮-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા વરણી રૂા. ૧૯.૧૪ લાખ સહિત કુલ રૂા. ૪૭.૮પ લાખ ની વસુલાતની આવક થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરો દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી.અમે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને બાકી વેરા વસુલાતની કામગીરી ચાલુ છે.

(3:23 pm IST)