Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વિશ્‍વકર્મા વિશ્‍વનો ર૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

વિશ્‍વકર્મા જયંતિ વિશેષાંકનું મહાનુભાવો દ્વારા વિમોચન

 

 

રાજકોટ તા. ૩: રાજકોટથી રમ્‍ય પબ્‍લીકેશન દ્વારા પ્રસિદ્ધ થતા કલા-કારીગરી અને કૌશલ્‍યને ઉજાગર કરતા મલ્‍ટીમીડિયા મેગેઝીન ‘‘વિશ્‍વકર્મા વિશ્‍વ''નો આજે ર૦ વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. ર૦૦૪માં પૂ. મોરારિબાપુના વરદ હસ્‍તે વિશ્‍વકર્મા વિશ્‍વનો પ્રારંભ થયો હતો. વિશ્‍વકર્મા વિશ્‍વએ આટલા સમયમાં ઉંચી ઉડાન ભરી છે. દ્વિ-દશાબ્‍દી વર્ષ દરમ્‍યાન વિવિધ પ્રકાશનો કરવા સહિતનું આયોજન છે. વિશ્‍વકર્મા વિશ્‍વની આ સફરમાં સાથ અને સહકાર આપનાર લેખકો-વિજ્ઞાપન દાતાઓ અને સમાજ અને મીડિયાનો પણ આ પ્રસંગે તંત્રી પ્રવીણ ગજજરે આભાર વ્‍યકત કર્યો હતો.

વિશ્‍વકર્મા વિશ્‍વની ડીઝીટલ આવૃત્તિ આજે દેશ-વિદેશના દોઢેક લાખ સુધી પહોંચી છ.ે વિશ્‍વકર્મા વિશ્‍વ ન્‍યુઝ ટુડે' અને ગુજરાત ૩૬૦' નામના સોશ્‍યલ મીડિયા દ્વારા દોઢેક લાખ સુધી સમાચાર પહોંચે છે. વિશ્‍વકર્મા વિશ્‍વ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વિશ્‍વકર્મા જયંતી વિશેષાંક પ્રસિદ્ધ થયો છે. દાદાના સાંનિધ્‍યમાં વિશ્‍વકર્મા વિશ્‍વનું પુજન અર્ચન થયા બાદ શાષાીજી કૌશિકભાઇ ત્રિવેદીના હસ્‍તે વિશ્‍વકર્મા વિશ્‍વના વિશ્‍વકર્મા જયંતી અંકનું વિમોચન કરાયું હતું. ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા, અધ્‍યક્ષ મુકેશભાઇ વડગામા, કન્‍યા છાત્રાલયના ચેરમેન જગુભાઇ ભારદીયા, ઉપપ્રમુખ કાંતિભાઇ તલસાણિયા, તંત્રી પ્રવીણ ગજજર, રમેશભાઇ વાઘસણા પણ વિમોચનમાં સાથે રહ્યા હતા.

વિશ્‍વકર્મા વિશ્‍વનું લવાજમ પેટીએમ, ગુગલ પે દ્વારા પણ સ્‍વીકારય છે. મો. ૯૦૯૯૯ ૪૯પ૬પ પર લવાજમ ભરાય છે.   વિશ્‍વકર્મા    વિશ્‍વનો મોબાઇલ તેમજ www. vishwakarmavishwa.com પર ઓનલાઇન પણ લવાજમ ભરી શકાય છે.

સંપર્કઃ રમ્‍ય પબ્‍લિકેશન,

૩ર૦-હીરાપન્‍ના, યાજ્ઞિક રોડ, રાજકોટ-૩૬૦૦૦ર.

 

(4:09 pm IST)