Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

સ્‍વાસ્‍થ્‍ય સેમીનાર

 હેમુ ગઢવી, ખાતે ‘પ્રસન્‍ન મન અને સ્‍વસ્‍થ તન' પર ખ્‍યાતનામ મોટીવેશનલ સ્‍પીકર જય વસાવડા અને પ્રખ્‍યાત ઓબેસીટી સર્જન ડો. અપૂર્વ વ્‍યાસનો વિનામુલ્‍યે સેમીનાર યોજાયો હતો. જય વસાવડા એ હેલ્‍ધી જીવનશૈલી અનુસરવા માટે સૌપ્રથમ આપણું મન કઇ રીતે પ્રસન્‍ન રાખવુ તેના પર મંતવ્‍ય આપ્‍યુ હતું તેમજ અમદાવાદ સ્‍થિત જાણીતા ઓબેસીટી સર્જન ડો. અપૂર્વ વ્‍યાસ દ્વારા મેદસ્‍વીતા થકી થતા અનેકવિધ રોગો અને રોગો પર વિવિધ પ્રકારે થતી એડવાન્‍સ ઓબેસીટી સર્જરી ઉપરાંત ખોરાકની પસંદગી અને જીવન શૈલીમાં શું ફેરફાર કરવો જેનાથી તન સ્‍વસ્‍થ રહે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી. આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન જાણીતા સાહિત્‍યકાર અને ઉદ્‌્‌ઘોષક નટવર આહલપરાએ કર્યુ હતું.

(4:28 pm IST)