Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પોલીસ દ્વારા થઇ રહેલ પ્લાઝમાં કામગીરી વંદનીય : ઉપેન મોદી

રાજકોટ તા. ૩ : કોરોનાના બીજા સ્ટ્રેઇનમાં દર્દીઓને ઓકિસજન સહીતની ગંભીર તકલીફો વધી રહી છે. ત્યારે દર્દીનો જીવ બચાવવા પ્લાઝમાં આપવામાં આવે છે. આવા સંજોગોમાં કોરોનાને મહાત કરનાર પોલીસ સ્ટાફ દ્વારા પ્લાઝમાં ડોનેટ કરવાનું જે કાર્ય થઇ રહ્યુ છે તે ખરેખર વંદનીય હોવાનું જૈન અગ્રણી ઉપેનભાઇ મોદીએ જણાવેલ છે.

તેઓએ જાત અનુભવ વર્ણવતા જણાવેલ કે તાજેતરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ જાગૃતિબેન પારેખને ઓ પોઝીટીવ પ્લાઝમાંની જરૂર પડી હતી. આ બાબતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ થરૂ થયેલ પોલીસ પ્લાઝમાં સહાય વિભાગના પી.એસ.આઇ. મહેન્દ્રભાઇ એન. બોરીસાગરનો સંપર્ક સાધતા વિનાવિલંબે સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ જઇ બધી વ્યવસ્થા ગોઠવી આપી હતી. આ કામગીરીમાં સીવીલ બ્લડ બેન્ક પ્લાઝમા વિભાગના ડો. કૃપાલ પણ સહયોગી બન્યા હતા. તેમ ઉપેનભાઇ મોદીએ યાદીના અંતમાં જણાવેલ છે.

(3:30 pm IST)