Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સાયકલ દિને 'સાયકલીંગ ઇવેન્ટ' યોજાઇ : મેયર - ડે.મેયર - મ્યુ. કમિશનરે ચલાવી સાયકલ

રાજકોટ : આજે ૩ જુન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રોટરી મીડટાઉન લાયબ્રેરી તથા રાજકોટ સાયકલ કલબના સંયુકત ઉપક્રમે, રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ. જેના અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વિગેરે સાયકલ ચલાવી ઇવેન્ટમાં સહભાગી થયેલ તે વખતની તસ્વીર. આ તકે વિશેષમાં મેયર ડો. પ્રદિપ ડવે જણાવેલ કે, સાયકલનો વધુને વધુ વ્યાપ વધે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ શેરીંગ પ્રોજેકટ ચલાવવામાં આવે છે અને સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ નવી સાયકલ ખરીદનારને રૂ. ૧૦૦૦ સબસીડી પણ આપવામાં આવે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:26 pm IST)