Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

યુવા ભાજપ દ્વારા છાશ વિતરણ

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારે સફળ રીતે સાત વર્ષ પૂર્ણ કરતા પ્રદેશ યુવા ભાજપની યોજનાનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ દ્વારા 'સેવા હી સંગઠન' શીર્ષક હેઠળ વિવિધ સેવાકાર્યો ચાલી રહ્યા છે. તે અંતર્ગત ગ્રીનલેન્ડ ચોકડી ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા છાશ વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, અશોક લુણાગરીયા, કલ્પનાબેન કિયાડા, રવી ગોહેલ, યાકુબખાન પઠાણ, રત્નાભાઇ રબારી, કાળુભાઇ કુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉઘરેજા, દિલીપ લુણાગરીયા, હાર્દીક ગોહીલ, પરેશ પીપળીયા, રસીલાબેન સાકરીયા, પરેશ પીપળીયા, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યંત સંપટ, વીરમભાઇ રબારી, રમેશ અકબરી, સી. ટી. પટેલ, દીનેશ ચૌહાણ, કાનાભાઇ ઉઘરેજા, ગેલાભાઇ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાની હેઠળ દીલીપભાઇ બોરીચા, અજય લોખીલ, હિતેશ ગોહીલ, હેમાંગ પીપળીયા, હાર્દીક કુંગશીયા, કુલદીપસિંહ જાડેજા, જીતુ ઝાપડીયા, અનીલ પ્રજાપતિ, મુકેશ ઝાપડીયા, રાઘવેન્દ્રસિંહ જાડેજા, કમલેશ સિરોયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. દરમિયાન આવતીકાલે તા. ૪ ના શુક્રવારે સવારે ૯ થી ૧૨ વોર્ડ નં. ર માં શાળા નં. ૫૯ બજરંગવાડી સર્કલ પાસે, જામનગર રોડ ખાતે અને વોર્ડ નં. ૧૭ માં શુભમ સ્કુલ, આનંદનગર મેઇન રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તેમ યુવા ભાજપની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)