Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભાજપ દ્વારા ઇ-ચિંતન અભ્યાસ વર્ગ

ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન  થાય તેવા હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઇ-ચિંતન અભ્યાસવર્ગનું આયોજન કરેલ છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ઇ-ચિંતન અભ્યાસવર્ગ યોજાયો હતો. જેમાં રાજયના કેબીનેટ મંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયેલ કૃષિક્ષેત્રમાં સુધારા અને ઉપલબ્ધીઓ વર્ણાવવામાં આવેલ. આ તકે ઇ-ચિંતન અભ્યાસવર્ગમાં પ્રદેશ દ્વારા સાંધિક ગીત કરાવવામાં આવ્યુ હતુ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ૪૦૦ થી વધુ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ આ અભ્યાસવર્ગમાં જોડાયા હતા. આ ઇ-ચિંતન અભ્યાસવર્ગમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપમંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય સહિત રક્ષાબેન બોળીયા સહિતના અગ્રણીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-ચિંતન અભ્યાસવર્ગમાં જોડાયા હતા. આ ઇ-ચિંતન અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોશી, રાજન ઠકકર, સોશિયલ મિડીયાના હાર્દિક બોરડ, નિખીલ રાઠોડ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)