Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રૈયાધારના નારદ વર્મા બાઇકમાંથી ઉતર્યા ને થઇ ઢળી પડ્યાઃ મોત

મુળ યુપીના આધેડ પીઓપીનું કામ કરવા ગયા'તાઃ ચા પીને આવ્યા ને બેભાન થઇ પડી ગયાઃ હોસ્પિટલે ખસેડાયા પણ...

રાજકોટ તા. ૩: રૈયાધારમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના આધેડ સણોસરા રોડ પર ફેકટરી પાસે બાઇકમાંથી ઉતર્યા બાદ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કર્યા હતાં.

જાણવા મળ્યા મુજબ મુળ યુપીના નારદભાઇ ગીલેહીપ્રસાદ વર્મા (ઉ.વ.૪૬) બારેક દિવસ પહેલા જ પ્લાસ્ટર ઓફ પેરીસનું મજૂરી કામ કરવા રાજકોટ આવ્યા હતાં અને રૈયાધારમાં પોતાના ગામના અલીહસન ચોૈધરી સાથે રહેતાં હતાં. અહિથી તે નવાગામ સાત હનુમાનથી આગળ સણોસરા રોડ પર આવેલી ફેકટરીએ કામ ચાલતું હોઇ ત્યાં મજૂરીએ જતાં હતા. સાંજે ત્યાંના બીજા મજૂર સાથે બાઇકમાં બેસી નજીકમાં ચા પીવા ગયા હતાં. પરત આવ્યા અને બાઇક ઉભુ રાખ્યું ત્યાં જ નારદભાઇ બેભાન થઇ ઢળી પડતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પણ જીવ બચી શકયો નહોતો. તેને સંતાનમાં પાંચ પુત્ર છે. મૃતદેહ વતન લઇ જવાયો હતો. કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:02 pm IST)