Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

એરપોર્ટ ફાટક નજીક ભંગારના વેપારીઓ વિનોદ અને અશ્વિન વચ્ચે પૈસા માટે બઘડાટી

વિનોદે ભંગારના લેણા નીકળતાં પોતાના એક લાખની અશ્વિન પાસે ઉઘરાણી કરતાં માથાકુટઃ બંનેને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૩: એરપોર્ટ ફાટક નજીક એટોપ સલૂન નજીક વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં અને કોઠારીયા રીંગ રોડ પર ભંગારનો વેપાર કરતાં વિનોદ વાસુદેવભાઇ લુંધી (સિંધી) (ઉ.વ.૨૬) પર રાત્રીના અગિયારેક વાગ્યે તેના ઘર નજીક અશ્વિન મોહનભાઇ નામના ભંગારના અન્ય ધંધાર્થીએ લોખંડની તણીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

આ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. વિનોદ લુંધના કહેવા મુજબ તેને ભંગાર આપ્યો હોઇ તેના રૂ. એક લાખ લેવાના થતાં હોઇ એ પૈસાની ઉઘરાણી માટે ફોન કરતાં તેણે ફોનમાં ગાળો દીધી હતી. એ પછી ઘર પાસે મળવા માટે બોલાવ્યા બાદ હુમલો કરાયો હતો.

સામા પક્ષે સત્ય સાઇ રોડ પર સદ્દગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતાં અશ્વિન મોહનભાઇ સભાયા (ઉ.વ.૩૮) પણ પોતાના પર વિનોદે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચતાં તેને પણ દાખલ કરાયો હતો. તે પણ ભંગારનો ધંધો કરે છે. તેણે કહ્યું હતું કે મને બે વર્ષ પહેલા વિનોદે ભંગાર આપ્યો હતો. તેના રૂ. અઢી લાખ આપવાના હતાં. જેમાંથી દોઢ આપી દીધા હતાં અને દોઢ બાકી હતાં. ત્રણ ચાર દિવસથી રોજ રાતે દસ વાગ્યે વિનોદ ફોન કરી ઉઘરાણી કરતો હોઇ પોતે વાતચીત કરવા આવતાં ઝઘડો થતાં પોતાના પર હુમલો થયો હતો.

(1:02 pm IST)