Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સફાઇ કામદાર મંડળ દ્વારા નવા કલેકટર- નવા મ્યુ. કમિશ્નરનું સન્માન

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા નવનિયુકત કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ તેમજ મ્યુ. કમિશ્નર શ્રી અમિત અરોરાને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમયે સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયા, મંત્રી મનસુખભાઇ વાઘેલા, ઉપપ્રમુખ અશોકભાઇ બારૈયા, સહમંત્રી અતુલભાઇ ઝાલા, ખજાનચી સાગરભાઇ વાઘેલા, કાર્યાલય મંત્રી ભાર્ગવભાઇ વાઘેલા, કારોબારી સભ્યો, યુવા જાગૃતિ મંડળના પ્રમુખ રાજુભાઇ વાઘેલા, ઉપપ્રમુખ કૌશિકભાઇ સોઢા, મંત્રી રાહુલભાઇ બારૈયા, સહમંત્રી લલિત પરમાર, ખજાનચી વિમલભાઇ વાળા, કાર્યાલય મંત્રી પ્રકાશભાઇ વાઘેલા વગેરે સાથે જોડાયા હતા.

(3:14 pm IST)