Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

યુનિવર્સિટી રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાંથી રસીક દારૂની ત્રણ બોટલ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : એસ.ઓ.જી.ની ટીમે આર.ટી.ઓ પાસેથી પોપટ ધ્રાંગીયાને દારૂની ૪ બોટલ સાથે ઝડપી લીધો

રાજકોટ,તા. ૩ : યુનિવર્સિટી રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાંથી દારૂની ૩ બોટલ સાથે એક અને આર.ટી.ઓ પાસેથી દારૂ ચાર બોટલ સાથે એક શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં એક શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા કોન્સ. પ્રતાપસિંહ મોયા સહિતે હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૬૩/૩૮૪માં દરોડો પાડી રૂ. ૧૨૦૦ની કિંમતની દારૂની ત્રણ બોટલ સાથે રસીક સુરેશભાઇ જોટાંગીયા (ઉવ.૩૫)ને પકડી લીધો હતો. પુછપરછમાં કવાર્ટર નં. ૬૩/૩૮૦ ના ગોપાલ સુરેશભાઇ જોટાંગીયા અને ઉમંગ ગોવિંદભાઇ ભુત (રહે. યુનિ.રોડ શિવશકિત કોલોની બ્લોક નં. ૧૧૧) દારૂની ત્રણ બોટલ આપી ગયાની કેફીયત આપતા બંનેની શોધખોળ હાથ ધરી છે.જ્યારે બીજા દરોડામાં એસ.ઓ.જીના પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે આર.ટી.ઓ પાસે બાપા સીતારામ ચોક રામપાર્ક શેરી નં. ૧માં રહેતા પોપટ મછાભાઇ ધ્રાંગીયા (ઉવ. ૩૦)ને રૂ. ૧,૨૦૦ની કિંમતની દારૂની ચાર બોટલ સાથે પકડી લીધો હતો.

(3:54 pm IST)