Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વોર્ડ નં. ૧ - ૯ - ૧૦ (પાર્ટ)માં પાણીના ધાંધીયા

હડાળા પમ્પીંગ સ્ટેશનનો વિજ પુરવઠો ખોરવાતા નર્મદા નીર બંધ : બપોરના ૧૨ વાગ્યા બાદ પાણી વિતરણ થતા વિસ્તારો રહ્યા તરસ્યા : વીજ પુરવઠો કાર્યરત થશે તો ૩ વોર્ડના વિસ્તારોમાં પાણી અપાશે

રાજકોટ,તા.૩: હડાળા પંમ્પીગ સ્ટેશને આજે સવારે વિજ પુરવઠો ખોરવાતા રૈયાધાર પમ્પીંંગ સ્ટેશને નર્મદાનીર બંધ રહેતા આજે બપોરે ૧૨ વાગ્યા બાદ પાણી વિતરણ થતાંં વોર્ડ નં.૧,૯,૧૦(પાર્ટ)નાં વિસ્તારોમાં પાણી  નહી મળતા થતા દેકારો બોલી ગયો હતો.

 શહેરનાં રૈયાધાર પમ્પીંગસ્ટેશન ખાતે હડાળા પમ્પીંગ સ્ટેશન મારફત અને.સી ૩૩ પાઇપ લાઇન હેઠળ નર્મદાનીર પહોંચાડવામાં આવી રહ્યા છુ. જે ૧૫૦ ફુટ રીંગરોડ, ગાંધીગ્રામ, હનુમાન મઢી સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.જયારે  હડાળા પમ્પીંગ સ્ટેશન, અને.સી ૩૩ પાઇપ લાઇનમાં ટેકનીકો ખામી સર્જાય છે ત્યારે આ વિસ્તારમાં પાણી વિતરણ પર  સીધી અસર જોવા મળી રહી છે.

વોટર વર્કસ શાખાનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ  આજે સવારે હડાળા પંમ્પીગ સ્ટેશને આજે વ્હેલી સવારે વિજ પુરવઠો ખોરવાતા રૈયાધાર પમ્પીંંગ સ્ટેશને સવારનાં ૮ વાગ્યાથી નર્મદાનીર બંધ  થયા હતા. તંત્ર દ્વારા સવારનાં ૮ થી ૧૨ વાગ્યા સુધી રૈયાધાર હેઠળનાં વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવ્યુ હતુ પરંતુ બપોરનાં ૧૨ વાગ્યા બાદ વિતરણ થતાં વોર્ડ નં.૧,૯,૧૦(પાર્ટ)નાં ૧૫૦ ફુટ રીંગરોડ, ગાંધીગ્રામ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહ્યુ હતુ. આમ ઓંચિતો પાણીકાપ ગૃહિણીમાં દેકારો બોલી ગયો હતો.

(3:57 pm IST)