Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટોપરાના લાડુમાં કલરની ભેળસેળઃ વેપારીને ૧ માસની જેલ-રપ૦૦નો દંડ

ફુડસેફટી સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મ્યુનિસીપલ કોર્ટ દ્વારા અપાયો ચુકાદો : ગ્રામશિલ્પ ખાદી ભંડારના મરચાનો નમૂનો નાપાસ થતા ૧પ૦૦૦ નો દંડ : તાજ સોલ્ટના મીઠામાં આયોડિન વધુ હોવાથી ૧.રપ લાખનો દંડઃ બાટવિયા બ્રધર્સના કોલ્હાપુરી ગોળમાં સલ્ફાઇટ વધુ હોવાથી ૪૦ હજારનો દંડ ફટકારાયો

રાજકોટ તા. ૩ : મ.ન.પા.ના આરોગ્ય વિસ્તાર દ્વારા લેવાયેલ ખાદ્યપદાર્થોનું સરકારી લેબોરેટરીમાં ચેકીંગથયા બાદ જે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ખુલી હોઇ તેવા ખાદ્યપદાર્થોના વેપારીઓ-ઉત્પાદકો સામે જેલ-દંડ સહીતની સજાઓનું ફરમાન થયુંછે જેની સતાવાર વિગતો જાહેર કરી છે જે આ મુજબ છે.

મ્યુનીસીપલ કોર્ટમાં અનસેફ ફુડના કેસમાં સજા તથા દંડ અંગેનો ચુકાદો

રાજકોટ શહેરના ગુરુ નાનક મંદીર પાસે, પરસાણાનગર-૧ મે. રોડ મુકામે આવેલ 'ઓમ ગૃહ ઉધોગ' માંથી તા.૧૪/૧૦/૨૦૧૫ થી લીધેલ ખાદ્યપદાર્થઃ' ટોપરાના લાડુ  (લુઝ)' માં  ટાર્ટ્રાઝીન કલરનું પ્રમાણ વધુ હોવાને કારણે  ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો 'અનસેફ ફુડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર મ્યુનીસીપલ કોર્ટ માં કેસ ચાલી જતા ચુકાદો તા. ૩૦/૦૬/૨૦૨૧ રોજ આવેલ છે જેમાં કલમ ૬૩ હેઠળ લાયસન્સ વગર ધંધો કરવાને કારણે  તેમજ અનસેફ ફુડ અંગે જવાબદાર શ્રી હીરાલાલ દોલતરામ રોચવાણી (નમૂનો આપનાર જ્ગ્બ્ તથા પેઢીના માલીક) ને  ૧ માસ ની જેલ તથા રૂ.૨,૫૦૦/- નો દંડ ફરમાવેલ છે.

એજયુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત

રાજકોટ શહેરના વિદ્યાનગર મે. રોડમાં આવેલ ' ગ્રામશીલ્પ ખાદી ભંડાર (સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ)' માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ 'લાલ મરચા પાવડર (લુઝ)' માં નમકની હાજરી તથા ટોટલ  ડ્રાઇ-એસનુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી હરીભાઇ લાખાભાઇ જાદવ(નમૂનો આપનાર FBO તથા પેઢીના આસી. મેનેજર-નોમીની)ને  તથા ગ્રામશીલ્પ ખાદી ભંડાર (પેઢી) ને કુલ મળી રૂ.૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

જ્યારે રાજકોટ શહેરના સંતકબીર રોડ, માર્કેટીંગ યાર્ડ સામે આવેલ ' તાજ સોલ્ટ સપ્લાયર્સ ' માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ' PRIME REFINED IODISED SALT (1 KG PKD)' માં આયોડીન નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી અકબરઅલી એ. રાજાણી (નમૂનો આપનાર FBO તથા પેઢીના નોમીની), તાજ સોલ્ટ સપ્લાયર્સ (હોલસેલર પેઢી), દીપક એ. મેદ્યાણી (ઉત્પાદક પેઢીના નોમીની ) તથા કોટેશ્વર કેમફુડ ઇન્ડ. પ્રા. લી.  (ઉત્પાદક પેઢી)ને કુલ મળી રૂ.૧,૨૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના ૨૦  ન્યુ જાગનાથ પ્લોટ મુકામે આવેલ 'બાટવીયા બ્રધર્સ' દ્વારા સ્ટોરેજમાં સંગ્રહ કરેલ  ખાદ્યપદાર્થઃ' કોલ્હાપુરી ગોળ (લુઝ)' માં સલ્ફાઇટ નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો શ્રી દીપ્તેશ એચ બાટવીયા(નમૂનો આપનાર FBO તથા પેઢીના ભાગીદાર),શ્રી હસમુખલાલ એમ. બાટવીયા(પેઢીના ભાગીદાર), શ્રી મનન ડી. બાટવીયા(પેઢીના ભાગીદાર) તથા સોલ્ટ સપ્લાયર્સ (રીટેલર પેઢી) ને કુલ મળી રૂ. ૪૦,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

મીનરલ વોટરનાં નમૂના લેવાયા

જ વેપારીઓનેત્યાંથી નમૂના લેવામાંઆવેલછેતેમાં(1) BISTAR PACKAGED DRINKING WATER WITH ADDED MINERALS (1000ML PET BOTTLE) સ્થળઃમેકસ બેવરેજીસ મારૂતી કૃપા મહાદેવવાડી મેઇનરોડ ત્રીમુર્તી ટાવર પાછળ લક્ષ્મીનગર મેઇન રોડ રાજકોટ (૨) ÒbiswinÓ packged drinking water (1lLTR PKD BOTTLE)Ó સ્થળઃ- ૪ -વેદવાડી - મવડી મેઇન રોડ, ઓવરબ્રીજ પાસે રાજકોટ (૩) BILSAN PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળઃ- બિલ્શન બેવરેજીસ, સમ્રાટ ઇન્ડ એરીયા, કનેરીયા મિલ પાસે, એસ.ટી. વર્કશોપ પાછળ (૪) AQUA FRESH PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળઃ- એકવાફ્રેશ ફુડ એન્ડ બેવરેજીસ, બ્રહ્માણી હોલ પાસે, કોઠારીયા મે. રોડ લીધેલ છે.

(3:58 pm IST)