Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૧ લાખ ૩૦ હજારના વળતરનો હુકમ

વળતર ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ,તા. ૩ : ફરિયાદીએ આરોપીને મિત્રતાના સંબંધના નાતે આપેલ હાથ ઉછીની રકમની ચુકવણી પેટે આરોપીએ આપેલ ચેક રીટર્ન થતા તે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં દાખલ કરેલ. સદરહું કેસ ચાલી જતા ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના કેસમાં આરોપીને એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧,૩૦,૦૦૦ વળતર ચુકવવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટૂંકમાં હકીકત એવી છે કે, ફરિયાદી ધર્મેશભાઇ મકવાણા રહે. રાજકોટવાળાને આરોપી નયનભાઇ તુલસીદાસ નકુમ રહે. 'શ્રી દેવ', હરસિધ્ધી ધામ-૨, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટવાળા સાથે મિત્ર સંબંધો હતા. ફરિયાદીએ આરોપી નયનભાઇ તુલસીભાઇ નકુમને મિત્રતાના સંબંધે નાતે હાથ ઉછીના રૂ.૧,૫૦,૦૦૦ આપેલા જે રકમ ચુકવવા આરોપીએ ફરિયાદીને રૂ. ૧,૫૦,૦૦૦નો ચેક આપેલ.

સદરહું ચેક વગર વસુલાતે પરત ફરતા ફરિયાદીએ આરોપીની સામે ફો.કેસ. નં. ૪૫૫/૨૦૧૬થી ફરિયાદ દાખલ કરેલ. સદરહું સમાધાન મુજબ આરોપીએ ફરિયાદીને રૂ. ૧,૩૦,૦૦૦ પુરાનો અન્ય ચેક આપેલ. સદરહું ચેક આરોપીએ ફરિયાદીને આપ્યો ત્યારે એવુ પાકું, વચન અને ખાત્રી આપેલ કે તેમના ખાતાવાળી બેંકમાં સદરહું ચેક જમા કરાવશે. એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આથી ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ. આથી ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ. તેમ છતાં આરોપીએ કાયદાની જોગવાઇ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરિયાદીને ન આપતા ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે અત્રેની કોર્ટમાં ફોજદારી ફરિયાદ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ.

આ ફરિયાદીમાં ફરિયાદીના એડવોકેટ જયદિપસિંહ બી. રાઠોડ દ્વારા સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટની ઓથોરિટીઓ ટાંકી ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોનશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે. રાજકોટના નામદાર મેજીસ્ટ્રેટશ્રીએ ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧,૩૦,૦૦૦ ફરિયાદીને વળતર પેટે હુકમની તારીખથી એક માસમાં ચુકવવાનું ઓ આરોપી વળતરની રકમ એક માસમાં ન ચુકવે તો વધુ છ (૬) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

હાલની ફરિયાદમાં ફરિયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, શકિતસિંહ એન. ગોહિલ, ભુપેન્દ્ર ટી. ગોહેલ તથા આદમશા જી. શાહમદાર રોકાયેલા છે.

(3:59 pm IST)