Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

માલવીયાનગર પોલીસની પ્રસંશનીય કામગીરી : રીક્ષામાં મુસાફરોને બેસાડી રોકડી રકમ તફડાવી લેતી ટોળકીને પકડી પાડી

રીક્ષા ચાલક સહિત અન્‍ય ચાર ઇસમોને પકડી પાડ્યા

રાજકોટ : માલવીયાનગર પોલીસે આજે ખુબ પ્રસંશનીય કામગીરી કરી છે. રીક્ષામાં મુસાફરોને બેસાડી અને તેઓની રોકડી રકમ તફડાવતી ટોળકીને પકડી પાડી છે.  પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ સા. તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પો.કમી. શ્રી મનોહરસિંહ જાડેજા સા. ઝોન-ર૨ તથા મદદનીશ પો.કમી.  જે.એસ.ગેડમ સા. દક્ષીણ વિભાગ નાઓએ હાલમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી મોબાઈલ, પર્સ, રોકડ રકમ સેરવી લેતા બનાવો બનવા પામેલ હોય જેથી આવા ગુન્હાઓ અટકાવવા અને ગુન્હાઓ શોધી કાઢવા 1 સુચના આપેલ હોય જેથી અમો ફનંદ ફણણું નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના ઉકા. સ કેજ તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી ત તથા 1 હરપાલસિંહ જાડેજા નાઓની સંયુક્ત બાતમી આધારે નીચે જણાવેલ રીક્ષા ચાલક સહીત અન્ય ચાર ઇસમોને રાજકોટ મવડી રોડ, ઓવરબ્રીઝ નીચે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

     પકડાયેલ આરોપીઓ

(૧) ધર્મેશ રતીલાલ પાલા ઉ.વ.૩૯ ધંધો-રી.ડ્રા. રહે. રાજારામ સોસાયટી સાગર ચોક પાસે સતુભા દરબારના મકાનમાં ભાડેથી દુધસાગર રોડ, રાજકોટ

(૨) મયુર ભુપતભાઇ ઓળખીયા ઉ.વ.૨૫ ઘંધો રી.ડ્રા. રહે. પોપટપરા રઘ્યુનંદન સોસાયટી બસ સ્ટેશનની બાજુની શેરી ભુરાભાઇ બ્રાહ્મણના મકાનમાં ભાડે રાજકોટ

(૩) ચંદાબેન વા/ઓ દીનેશભાઇ પરમાર ઉ.વ.૪૦ ઘંઘો ઘરકામ રહે. કુબલીયાપરા શેરી નં.૫ નવલખીના મઢ પાસે રાજકોટ

(૪) વીરેનદ્ર ગુદુભાઇ રાજભર ઉ.વ.૩૫ ઘંઘો મજુરી રહે. કોઠારીયા સોલ્વન્ટ રપ વારીયા દેવાભાઇ ભરવાડના મકાનમાં શીતળા ધાર રાજકોટ

(૫)_કેતન હર્ષદભાઇ મંકોળીયા ઉ.વ.૩૪ ઘંઘો-રી.ડ્રા. રહે. રાજારામ સોસાયટી સાગર ચોક પાસે સતુભા દરબારના મકાનમાં ભાડેથી દુધસાગર રોડ, રાજકોટ

કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડા રૂપીયા ૫,૦૦૦/- (પેસેન્જરો પાસેથી સેરવી લીધેલ રોકડ રકમ)

(૪) 01૫0 ઓટો રીક્ષા રજી.નં- 07-03-/%પ- 8341 કિ.રૂ. ૫૦,૦૦૦/-

મળી કુલ કિ.રૂ. ૫૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

ગુન્હો કરવાની એમ.ઓ.

ઉપરોકત જણાવેલ આરોપીઓ માંથી અમુક આરોપીઓ કોઇ પણ જગ્યાએ રીક્ષાની રાહ જોતા

પેસેન્જરો પાસે ઉભા રહી પૈકી નં.(૧) રીક્ષા ચલાવી તથા નં.(૨) તથા નં.(૩) નાઓ બનાવટી પેસેન્જર તરીકે રીક્ષાની પાછળની સીટમાં બેસી તથા નં. (૪) તથા (૫) વાળાઓ જાહેર રોડ ઉપર ઉભા રહી એકલા પેસેન્જર હોય અને તેની પાસે ખીસ્સામાં રોકડા રૂપીયા હોવાની ખાત્રી કરી રીક્ષા ચાલકને તે જગ્યાએ બોલાવી એકલા રહેલ પેસેન્જરને રીક્ષામાં પાછળની સીટમાં નં.(૨) તથા નં.(૩) ની વચ્ચે બેસાડી પેસેન્જરની નજર યુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા સેરવી લઇ કોઇ બહાનુ કરી જાહેર રોડ ઉપર કોઇપણ જગ્યાએ રીક્ષા ઉભી રાખી પેસેન્જરને ઉતારી દઇ રીક્ષા ભાડુ લીધા વગર નાશી જાય.

આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ

આરોપી ધર્મેશ રતીલાલ પાલા

(૧) જુનાગઢ સી.ડીવીઝન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧૩૩/ર૦૧૫ પ્રોહી. ક. ૬૬(૧)(બી), ૮૫(૧)૩

(ર) રાજકોટ થોરાળા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૮૨૯/૨૦૨૦ ઇ.પી.કો. ક. ર૬૯, ૧૮૮

(૩) રાજકોટ થોરાળા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૦૬૩૭/ર૦૨૧ ઇ.પી.કો. ક. ર૬૯, ૧૮૮

આરોપી મયુર ભુપતભાઇ ઓળખીયા

(૧) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૬૩૮/૨ર૦૧૭ જી.પી.એ. ક.૧૩૫(૧)

(૨) રાજકોટ થોરાળા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૦/૨૦૧૯ ઇ.પી.કો. ક. ૩૯૪,૩૨૪,૫૦૬(૨) વી.

(૩) રાજકોટ પ્રધ્યુમન નગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૦૭૪૧/૨૦૨૧ પ્રોહી. ક. ૬૬(૧)(બી), ૮૫(૧)૩

(૪) રાજકોટ પ્રધ્યુમન નગર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૦૭૫૭/૨ર૦૨૧ ઇ.પી.કો. ક. ૨૬૯, ૧૮૮

(૫) રાજકોટ એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૮૮૭/૨૦૨૧ જી.પી.એ. ક.૧૩૫(૧)

(૬) રાજકોટ એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં. ૮૮૮/૨૦૧૭ પ્રોહી. ક. ૬૬(૧)બી

આરોપી કેતન હર્ષદભાઇ મંકોડીયા

(૧) રાજકોટ થોરાળા પો.સ્ટે. પાર્ટ સી. ગુ.ર.નં. ૬૯/૨૦૧૯ પ્રોહી. ક.૬૬(૧)બી ૮૫(૧)૩

(ર) રાજકોટ બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૧૯૫૪/ર૦૨૦ જી.પી.એ. ક.૧૩૫(૧)

(૩) રાજકોટ પ્રધ્યુમન નગર પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૧૪૭૮/૨૦૨૦ જી.પી.એ. ક.૧૩૫(૧)

આરોપી ચંદાબેન દીનેશભાઇ પરમાર

(૧) જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૨૦૬/૨૦૨૦ ઇ.પી.કો. ક. ૩૭૯,૧૧૪

આ કામગીરી કરનાર અધી./કર્મચારીઓ પો.ઈન્સ. કે.એન,ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા

તથા યુવરાજસિંહ જાડેજા તથા દિગ્પાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ

જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા કુલદીપસિંહ જાડેજા તથા હિતેષભાઈ અગ્રાવત તથા મહીલા પો.કોન્સ.

કાજલબેન ગઢાદરા માલવીયાનગર પો. સ્ટે. રાજકોટ શહેર

(10:44 pm IST)