Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

માલિયાસણમાં વાડીમાં દરોડોઃ અશ્વિન સરીયા રૂા. ૪૫ હજારના દારૂ સાથે પકડાયો

કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ વાણીયા અને ટીમની કાર્યવાહીઃ રાજેશભાઇ તથા અજીતભાઇ લોખીલની બાતમી

રાજકોટઃ કુવાડવા રોડ પર માલિયાસણ ચોકડી પાસે આવેલી માવજી બીજલભાઇ સરીયાની વાડીમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતર્યો હોવાની બાતમી કુવાડવા રોડ ડી. સ્‍ટાફના રાજેશભાઇ ચાવડા અને અજીતભાઇ  લોખીલને મળેલી બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં રૂા. ૪૫૬૦૦નો ૧૨૦ બોટલ દારૂ મળી આવતાં પોલીસે આ દારૂના ગુનામાં અશ્વિન માવજી સરીયા (કોળી) (ઉ.૨૧-રહે. માલિયાસણ, મુળ દહીંસરા જસદણ)ની ધરપકડ કરી હતી.

પોલીસે અલગ અલગ બ્રાન્‍ડની દારૂની બોટલો, મોબાઇલ ફોન, બાઇક જીજે૦૩એબી-૨૪૩૯ મળી કુલ રૂા. ૯૦૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે આ કામગીરી થઇ હતી. પીએસઆઇ એન.આર. વાણીયા, હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણા, અજીતભાઇ લોખીલ, કોન્‍સ. રાજેશભાઇ, દેવેન્‍દ્રસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, રઘુવીર ઇશરાણી, નિલેષ સરવૈયા સહિતનાએ આ કામગીરી કરી હતી.

(10:54 am IST)