Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ગોકુલધામ નજીક કૃષ્‍ણનગરમાં સીટી વનવર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં માલવીયાનગર પોલીસનો દિપેશ પરમારના ફલેટમાં જૂગારનો દરોડોઃ ૨૧૫૦૦ની રોકડ સાથે પાંચ પકડાયા

કોન્‍સ. હિરેન સોલંકી, કોન્‍સ. મહેશ ચાવડાની બાતમી પરથી પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ ગોકુલધામ પાસે કૃષ્‍ણનગર મેઇન રોડ સોમનાથ હોલની સામે  સીટી વન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨૦૫માં રહેતો દિપેશ વિનોદભાઇ પરમાર (ઉ.૩૭) પોતાના ફલેટમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતાં માલવીયાનગર પોલીસે દરોડો પાડી દિપેશ તથા નટુ કાંતિભાઇ દક્ષિણી (ઉ.૬૦-રહે. દિશીતા એપાર્ટમેન્‍ટ નવલનગર-૩ના છેડે), અજયરાજસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.૨૫-રહે. ગુરૂપ્રસાદ સોસાયટી બ્‍લોક નં. ૫૬), ધર્મેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.૨૨-રહે. ખોડિયારનગર-૧૩) તથ અર્જુનસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.૨૩-રહે. ગીતાનગર-૭)ને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૨૧૫૦૦ રોકડા કબ્‍જે કર્યા હતાં.

ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ તથા પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. હિરેનભાઇ સોલંકી અને કોન્‍સ. મહેશભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્‍યો હતો. કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.

(1:04 pm IST)