Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

દારૂ પી નવા રીંગ રોડ પર કાર હંકારી નીકળેલા પરેશ ચોવટીયાની ધરપકડઃ તાલુકા પોલીસ સ્‍ટેશન પાસેથી વિજય ચોૈહાણ પીધેલો પકડાયો

રાજકોટઃ તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન નવા ૧૫૦ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્‍લોટ નજીકથી જીજે૦૩એચઆર-૭૭૨૮ નંબરની કાર દારૂ પીધેલી હાલતમાં હંકારીને નીકેલા પરેશ કરસનભાઇ ચોવટીયા (ઉ.૪૦-ધંધો કન્‍સ્‍ટ્રક્‍શન, રહે. રાધિકા પાર્ક-૬૬, મવડી)ને પકડી લઇ કાર કબ્‍જે કરી હતી. જ્‍યારે વિજય ભનુભાઇ ચોૈહાણ (ઉ.૩૭-રહે. કણકોટ, ઇંટોના ભઠ્ઠા પાસે મારૂતિનગર)ને તાલુકા પોલીસ સ્‍ટેશન પાસેથી નશો કરી નીકળતાં પકડી લેવાયો હતો. આર. બી. જાડેજા, હેડકોન્‍સ. કે.આર. પાંભર, ધર્મરાજસિંહ રાણા, પ્રવિણભાઇ જીલરીયા સહિતે આ કામગીરી કરી હતી.

(11:02 am IST)