Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

આજીડેમ ચોકડીએથી રોહિત અને રમણિકને બાઇક પર દારૂની બોટલો સાથે આજીડેમ પોલીસે પકડયા

રાજકોટઃ આજીડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જતાં રીંગ રોડ પર લિજ્જત પાપડ નજીકથી આજીડેમ પોલીસે રોહિત રમેશભાઇ પરમાર (ઉ.૨૮-રહે. કોઠારીયા સોલવન્‍ટ સિતારામ સોસાયટી-૭, મુળ ગણોદ તા. ઉપલેટા) તથા રમણિક અમૃતભાઇ પરમાર (ઉ.૩૦-રહે. સિતારામ સોસાયટી-૭, મુળ ગણોદ)ને રૂા. ૩૦૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લઇ જીજે૦૩એલએ-૫૧૦૬ પણ કબ્‍જે લીધું હતું. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડાની સુચના મુજબ એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. કૃણાલસિંહ જાડેજાએ આ કામગીરી રાજેશભાઇની બાતમી પરથી કરી હતી.

(11:00 am IST)