Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ને શોભે થવું તેમજ માનવતાને લાંછન લગાડતું કૃત્ય સામે આવ્‍યું

રેસિડેન્ટ તબીબની સૂચનાથી આયા બહેને વ્હીલચેર પર બેસાડી વૃદ્ધાને બહાર નવી હોસ્પિટલ સામે આવેલા બાંકડા પર મૂકી દેવાયા : વૃદ્ધાની હાલત એટલી ગંભીર છે કે તેઓ જાતે હલન-ચલન પણ કરી શકતા નથી જો કે હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્પિટલના તબીબોએ રજિસ્ટરમાં વૃદ્ધા જાતે નાસી ગયાનું જણાવ્યુ

રાજકોટ : સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દી સારવાર માટે જાય છે. ડૉક્ટરને ભગવાન માનનારા લોકો નવા જીવનની આશાએ હોસ્પિટલમાં જતાં હોય છે. પરંતુ, આ જ ડૉક્ટરો જ્યારે દયા ભૂલી જાયને માનવતાને લાંછન લગાડતું કૃત્ય કરે તો..કઈક આવું જ બન્યું છે

માનવતાને કલંક લગાડતી ઘટના સામે આવી છે. હોસ્પિટલના વોર્ડ નંબર 10માં દાખલ વૃદ્ધાને વોર્ડ બહાર કરી દેવામાં આવતા હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે.

હોસ્પિટલના જ એક રેસિડેન્ડ અને ત્રણ ઈન્ટર્ન તબીબોએ વૃદ્ધાને વોર્ડ બહાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.જોકે આ મામાલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા વૃદ્ધાને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના  હસીનાબેનને સારવાર માટે શુક્રવારે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.શનિવારે સવારે સાડા 10 વાગ્યે વોર્ડમાંથી બહાર કાઢી મૂકાયા હતા.નવાઈની વાત તો એ છે કે,રેસિડેન્ટ તબીબની  સૂચનાથી આયા બહેને વ્હીલચેર પર બેસાડી વૃદ્ધાને બહાર નવી હોસ્પિટલ સામે આવેલા બાંકડા પર મૂકી દેવાયા હતા.વૃદ્ધાની હાલત એટલી ગંભીર છે કે તેઓ જાતે હલન-ચલન પણ કરી શકતા નથી.જો કે હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્પિટલના તબીબોએ રજિસ્ટરમાં વૃદ્ધા જાતે નાસી ગયાનું જણાવ્યુ.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ.

(4:58 pm IST)