Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સિવિલ હોસ્પિટલમાં એકસરે વિભાગ પાસેથી બેભાન મળેલા યુવાનનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩: સિવિલ હોસ્પિટલના એકસ રે વિભાગ પાસે પાર્કિંગમાં અજાણ્યાો આશરે ૩૨ થી ૩૫ વર્ષનો યુવાન તા. ૨૩/૭ના રોજ બેભાન થઇ જતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાતાં તેને સારવાર માટે વોર્ડ નં. ૧૦માં દાખલ કરાયો હતો. તેનું ૨૫મીએ મોત નિપજ્યું છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉૈપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(11:44 am IST)