Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભગવતીપરા ઓવર બ્રિજ નીચે દિપક અને સગર્ભા પત્નિ અસ્મા પર હુમલોઃ પેટમાં પાટા માર્યા

દિપકે ઘર પાસે દેકારો કરતાં મિત્રોને ઠપકો આપ્યો હોઇ કરણ, બકુલ સહિતને પોતાને ઠપકો અપાયાનું લાગતાં માથાકુટ

રાજકોટ તા. ૩: પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતી અસ્મા દિપક પારઘી (ઉ.વ.૨૨) નામની સગર્ભા અને તેના પતિ દિપક પર ભગવતીપરા ઓવર બ્રિજ નીચે કરણ સોલંકી, બકુલ સોલંકી, નરેશ સોલંકી સહિતે હુમલો કરી પેટમાં પાટી મારી દેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. અસ્માના કહેવા મુજબ તેણે દિપક સાથે દોઢ વર્ષ પહેલા લવમેરેજ કર્યા છે. હાલમાં પેટમાં નવ માસનો ગર્ભ છે. ઘર નજીક પતિ દિપકના મિત્રો દેકારો મશ્કરી કરતાં હોઇ પતિએ એ લોકોને દુર જવાનું કહી સમજાવતાં નજીકમાં રહેતાં કરણ, બકુલ સહિતને પોતાને આ ઠપકો અપાયો છે તેવું લાગતાં  ચડભડ થઇ હતી. એ પછી પોતાને પતિ ગુંદાવાડી હોસ્પિટલમાં દેખાડવા લઇ જતો હોઇ રસ્તામાં ભગવતીપરા પુલ નીચે કરણ સહિતે આવી પાવડા-લાકડાથી હુમલો કરી પતિને મારકુટ કરી પોતાને પેટમાં પાટા મારી દીધા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

(3:03 pm IST)