Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોઠારિયા સોલવન્ટ રસુલપરામાં પટમાંથી દારૂની ૭૨ બોટલ સાથે અલ્તાફ પકડાયો

તાલુકા પોલીસનો દરોડો : ભકિતનગર પોલીસે મીલપરામાંથી દારૂની ૮ બોટલ સાથે અશોક અને રાજને દબોચ્યા

રાજકોટ,તા. ૩ : ગોંડલ રોડ કોઠારિયા સોલવન્ટમાં ખુલ્લા પ્લોટમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતોફ

મળતી વિગત મુજબ ગોંડલ રોડ કોઠારિયા સોલવન્ટ રસુલપરામાં એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ આર.બી.જાડેજા તથા અમીનભાઇ ભલુરને બાતમી મળતા રસુલપરા શેરી નં.૭ના ખુણે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી રૂ.૩૬,૦૦૦ની કિંમતની દારૂની ૭૨ બોટલ સાથે અલ્તાફ હબીબભાઇ નકાણી (ઉવ.૩૯) (રહે. રસુલપરા શેરી નં. ૨૬) ને પકડી લીધો હતો. તે અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, અમીનભઇ, હરસુખભાઇ, ધર્મરાજસિંહ, મનીષભાઇ, હર્ષરાજસિંહ તથા રૂપેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વિશાલભાઇ, કોન્સ. ક્રિપાલસિંહને મળેલી બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેશભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. વિશાલભાઇ દવે, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ ગઢવી અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે મીલપરા મેઇન રોડ પરથી જીજે૩એલએચ૧૪૭ નંબરના એકસેસ મોટર સાયકલમાંથી રૂ. ૪૦૦૦ની કિંમતની દારૂની ૮ બોટલ સાથે કૃષ્ણનગર મેઇન રોડ વોરા સોસાયટી પાસે રહેતા અશોક કાનજીભાઇ મુલીયાણા (ઉવ. ૩૯) અને મોરબી રોડ સેટેલાઇટ ચોક ખોડલ પાર્ક બ્લોક નં. ૧૬ના રાજ ભરતભાઇ વ્યાસ (ઉવ.૨૯) ને પકડી લઇ રૂ. ૩૪,૦૦૦ની મત્તા કબ્જે કરી હતી.

ગવલીવાડ પાસે દિપેશ દારૂ સાથે ઝડપાયો

પ્રદ્યુમનનગર પોલીસ મથકના હેડ કોન્સ ડી.કે.ખાંભલા તથા કોન્સ. યુવરાજસિંહ જાડેજા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન ગવલીવાડ પાસેથી દિપેશ નરેશભાઇ રાજાણી (ઉવ.૩૫) (રહે. કોઠારિયા રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી શેરી નં. ૧)ને દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો. 

(3:03 pm IST)