Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને ઠગાઇના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૩: રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુના મુજબ આઇપીસીની કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામે આરોપી જયભાઇ ગોપાલભાઇ ગોવાણી, રહે. ૭૦ર, મીલન એપાર્ટમેન્ટ, મુંબઇ, કાયમી સરનામું ર૦૧, હરીદ્વાર એપાર્ટમેન્ટ, આસ્થા રેસીડેન્સીની બાજુમાં, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે આરોપીએ મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવા માટે રૂ. ર૦,પ૦,૦૦૦/-ની છેતરપીંડી કરેલ છે.

ઉપરોકત ફરીયાદમાં ગાંધીગ્રામ પો. સ્ટે.ના અધીકારીઓએ એફ.આઇ.આર. નોંધવામાં પણ ઘણી કાનુની ગુંચો ઉકેલવી પડેલ હતી.

આરોપીએ આ ઉપરાંત ધોરાજી, જસદણમાં પણ આવા જ ગુન્હા કરી નાસતો-ભાગતો ફરતો હતો અને અમદાવાદ અને હૈદરાબાદમાં પણ આવા ગુન્હા કરી ભાગી ગયેલ.

ચીફ જે.એમ.એફ.સી. મન્સુરી અને હૈદરાબાદમાં પણ આવા ગુન્હા કરી ભાગી ગયેલ.

ચીફ જે.એમ.એફ.સી. મન્સુરીએ આરોપીની જામીન અરજી રદ કરેલ હતી.

ઉપરોકત કાર્યવાહીમાં રાજકોટના એડવોકેટ કે. એન. છાયા એસોસીએટસના વિનેશ કે. છાયા એ દલીલો કરેલ અને સાથે સંદીપ ખીમાણી તથા અન્ય વકીલો ધ્રુવીન એ. છાયા, દક્ષાબેન બોખાણી, ધર્મીષ્ઠાબેન મોણપરા, હાર્દીકસિંહ રાયજાદા તથા પ્રવિણભાઇ પરમાર રોકાયેલ હતા. 

(3:06 pm IST)