Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

''સાવજનો સાચો સાથીદાર : રમેશ રાવળ'' : શોર્ટ ફિલ્મ લોન્ચ

રાજકોટ : જેમનું સમગ્ર જીવન સિંહને સમર્પિત છે તેવા દિવના રહેવાસી અને ભગવાન પરશુરામના કૃપાપાત્ર એવા વન્ય સંપદા રમક્ષક બ્રહ્મરત્ન રમેશભાઇ રાવળના જીવન અને કવનને આવરી લેતી શોર્ટ ફિલ્મ રાણા કંડોરણાવાળા મહામુકતરાજ સંતશ્રી દેવુભગતના આશીર્વાદથી ડી. બી. ફિલ્મસના બેનર હેઠળ એચ. આર. કલોલા, નારણભાઇ આહીર, જયંતભાઇ જોષી, અભય અંજારીયાના વિશેષ યોગદાનથી હરનેશ સોલંકી દ્વારા નિર્મિત કરાતા તાજેતરમાં  રાજકોટ ખાતે લોન્ચીંગ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. સંજય ગોહીલ દ્વારા લિખિત દિગ્દર્શીત આ ફિલ્મમાં કેમેરામેન તરીકે પ્રવિણભાઇ મુછડીયા, એડીટીંગ હર્ષદભાઇ મુછડીયા, એન્કરીંગ અને મ્યુઝીક દિનેશભાઇ બાલાસરાનું છે. મેયર પ્રદીપભાઇ ડવ અને જાણીતા એડવોકેટ અંશભાઇ ભારદ્વાજના હસ્તે લોન્ચીંગ કરાયેલ. સાથે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ શૈલેષભાઇ બારડ દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય બાદ કુ. શ્રેયા સંજયભાઇ ગોહીલ દ્વારા કુમકુમ  અને ચોખા દ્વારા સૌનું સ્વાગત કરાયુ હતુ. કાર્યક્રમમાં નયનભાઇ ભટ્ટ, વિજયભાઇ કારીયા, લેખક દિગ્દર્શક સંજયભાઇ ગોહીલ, પીરામીડ પબ્લીકેશનવાળા વિપુલ પરમાર વગેરે ઉપસ્થિત રહેલ. આ તકે સન્માનીત રમેશભાઇ રાવળે પણ સૌનો આભાર વ્યકત કરેલ. સમગ્ર સંચાલન દિનેશ બાલાસરાએ અને અંતમાં આભારવિધી ઉમેશભાઇ રાવે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નિરંજનભાઇ દવે, પંકજભાઇ દવે, સૌરભભાઇ જોષી, કૃણાલ દવે, સોરઠીયા રજપુત સમાજના અશોકભાઇ રાઠોડ, મુકુન્દભાઇ રાઠોડ, મુકેશભાઇ ચૌહાણા, ગીરીશભાઇ ચૌહાણ, વિમલભાઇ હાડા, આકાશભાઇ ચૌહાણે જહેમત ઉઠાવી હતી. 

(3:43 pm IST)