Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કાલે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ રાજકોટમાં :'નારી ગૌરવ' દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ

મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ : આ સમારોહમાં વિજયભાઇ રૂપાણી તથા વિભાવરીબેન દવે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે : ૧૦ મહિલાઓના જુથને ૧ લાખની લોન : શહેર -જીલ્લામાં ૪૦ લાભાર્થીઓને લાભ મળશે

રાજકોટ,તા.૩:  મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે તા.૦૪/૦૮/૨૦૨૧ સવારે ૧૦:૦૦ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે 'નારી ગૌરવ' દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ આનુષંગિક શિક્ષણ સમિત ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજયના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે

. મહિલાઓના 'જોઇન્ટ લાયાબિલિટી અર્નિગ એન્ડ સેવિંગ ગ્રુપ (JLESG)'ને રૂ.૧,૦૦,૦૦૦/- વ્યાજ સહિત બેંક ધિરાણ

. જુથ વતી રાજય સરકાર દ્વારા બેંકને વ્યાજ ચુકવણી

. જુથને કોઇપણ પ્રકારની ગેરંટી વગર ધિરાણ

. બેંક ધિરાણમાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુકિત

આ યોજનાનો લાભ  ઉંમર ૧૮ થી ૫૯ વર્ષની વયજૂથમાં ૧૦ મહિલાઓનું જુથ લઇ શકશે.

એક જુથમાં એક કુટુંબની એક જ મહિલા જુથના સભ્ય તરીકે જોડાઈ શકશે

જુથમાં તમામ સભ્યોનું રહેઠાણ અથવા કાર્યસ્થળ નજીક હોવું જોઈએ

કોઈ ધિરાણ સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત આ ઉપરાંત યોજનાની માર્ગદર્શિકાની અન્ય તમામ શરતોને આધીન રહી કાર્યવાહી કરવાની રહેશે

નારી ગૌરવ દિવસની ઉજવણીમાં શહેરી વિકાસમાં ૨૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦ મળી કુલ ૪૦૦ લાભાર્થીઓને લાભ મળનાર છે.

આ પ્રંસગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે. 

(3:43 pm IST)