Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજકોટ ભાજપનું સંગઠન સમગ્ર રાજ્યમાં નમૂનેદાર અને શિરમોર સમાન : વિજયભાઇ

મુખ્યમંત્રી સાથે શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઇ

રાજકોટ તા. ૩ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬પમા જન્મદિવસ અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમોનું તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન થયેલ હોય ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી  દ્વારા  શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના હોદેદારો, વોર્ડ પ્રમુખ– પ્રભારીઓ, મહામંત્રીઓ સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે રાજકોટ શહેર ભાજપનું સંગઠન ગુજરાતભરમાં નમુનેદાર અને શિરમોર સમાન છે. ત્યારે પાર્ટીના જુના મોભીઓ ચીમનભાઈ શુકલ સહીતના જનસંઘના મોભીઓને યાદ કરી જુના સંસ્મરણોને વાગોળ્યા હતા અને જણાવેલ કે જનસંઘ અને ભાજપના જુના જોગીઓ એ વાવેલા બીજ દ્વારા આજે પાર્ટી જયારે વટવૃક્ષ બની છે. પાર્ટી ઘ્વારા યોજાતા કોઈપણ સંગઠનના કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકર્તા પરીશ્રમની પરાકાષ્ઠા સજંર્ી કાર્યક્રમને સફળ બનાવે છે અને સમયાંતરે યોજાતી વિવિધ ચૂંટણીઓમાં પ્રચાર–પ્રસાર થકી પાર્ટીની વિજયી બનાવવામાં સિંહફાળો આપે છે.

સૌપ્રથમ સંગઠન બેઠકમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બુકેથી સ્વાગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરએ કરેલ અને શીલ્ડની સ્વાગત ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, ઉદય કાનગડ, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણીએ કરેલ.આ બેઠકમાં સંચાલન નરેન્દ્રસિંહ ઠાકુર અને સ્વાગત પ્રવચન કમલેશ મિરાણીએ કરેલ.

આ બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, ભાનુબેન બાબરીયા, કશ્યપ શુકલ, જીતુભાઈ મહેતા, ડો. વલ્લભભાઈ કથીરીયા,રક્ષાબેન બોળીયા, માંધાતાસિહ જાડેજા, દીનેશભાઈ ટોળીયા, મહેન્દ્ર પાડલીયા, માધવ દવે, ડો. અતુલભાઈ પંડયા, દીલીપભાઈ પટેલ, પૃથ્વીસિહ વાળા, બીહારીદાન ગઢવી, મહેન્દ્ર પાડલીયા  સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:46 pm IST)