Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ દ્વારા રાશન કીટનું વિતરણ

 રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અંતર્ગત તેમની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના બીએપીએસ મંદિર ખાતે રાજકોટ શહેર ભાજપ અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ, રાજકોટ ઘ્વારા શહેરની વિધાનસભા–૬૯ માં સમાવિષ્ઠ વોર્ડ નં. ૧,ર,૩,૮,૯, અને ૧૦ માં વસતા જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ ઘ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદોને મદદ કરવા સક્રિય રીતે કાર્યરત છે. રાજયના વિવિધ શહેરોમાં કોરોનાકાળમાં જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ, ફુડ પેકેટ વિતરણ તેમજ અન્ય સેવાકાર્યો શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અન્ય કલ્યાણકારી સંગઠનોના સહયોગથી કરવામાં આવે છે.  તેમજ મિશન ટૂ સ્ટ્રેન્થ ફાઈટ અગેઈન્ટ કોવિડ–૧૯ અંતગર્ત મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ઘ્વારા એક લાખ વિનામુલ્યે કોવિડ–૧૯ના ડોઝ અપાયા છે. કોરોના સંક્રમણને રોકવા વેકસીન એક અમોઘ શસ્ત્ર સાબીત થયુ છે. ત્યારે રાષ્ટ્રીય રસીકરણ ડ્રાઈવમા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ  તરફથી ૮ કરોડ રૂપીયાની સહાય કરવામાં આવેલ છે. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના આ ભગિરથ કાર્ય બદલ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ કાર્યને બીરદાવેલ હતું. આ રાશનકીટ વિતરણ સમારોહનમાં ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, ડો પ્રદીપ ડવ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ ધ્રુવ, પુષ્કર પટેલ, ચેતન રામાણી, વિજય બુલચંદાણી, અભીલાષ વી. બી. સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કીટ વિતરણ સમારોહમાં સંચાલન શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે અને સ્વાગત પ્રવચન મલબાર ગ્રુપના વિજય બુલચંદાણીએ કરેલ. અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે કરેલ. કાર્યક્રમની વ્યવસ્થા વિક્રમ પુજારા અને મહેશ રાઠોડે સંભાળેલ હતી. 

(3:47 pm IST)