Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દુર્ઘટનાથી મોતના મામલે રાજકોટ દેશમાં પ્રથમ ક્રમે

૫૩ શહેરમાં પ્રથમ પાંચમાં જોધપુર ત્રીજા સ્થાને અને રાયપુર પાંચમા સ્થાને : એનસીઆરબીએ ૨૦૧૯ ના રીપોર્ટમાં કર્યા ખુલાસા : કુલ મોતમાં મુંબઇ આગળ : સૌથી વધુ વસ્તી ધરાવતા કલકતામાં મૃત્યુનું પ્રમાણ ઓછ

અમદાવાદ તા. ૩ : દેશભરમાં ઘટતી દુર્ઘટનાઓ અને તેમાં થતા મૃત્યુના મામલામાં સૌથી વધુ મૃત્યુ સાથે ગુજરાતનું રાજકોટ શહરે ટોપમોસ્ટ સ્થાન પર રહ્યુ છે.

દેશના ૫૩ શહેરોમાં ગત ૨૦૧૯ ના વર્ષમાં થયેલ અકસ્માતોના જાહેર થયેલ સર્વેના પરિણામો મુજબ ટોપ પ શહેરમાં મહારાષ્ટ્રનું નાસીક ૯૯% સાથે બીજા ક્રમે, રાજસ્થાનનું જોધપુર ૯૭.૬% સાથે ત્રીજા ક્રમે, મુંબઇ પાસેનું વસઇ વિરાર ૯૨.૧% સાથે ચોથા ક્રમ અને છતીસગઢની રાજધાની રાયપુર ૮૯% સાથે પાંચમા ક્રમે રહેલ છે.

આ દુર્ઘટનાઓમાં ચક્રવાત, ભુકંપ, લુ લાગવી, વીજળી કરંટ લાગવો, પડી જવાની ઘટના, ટ્રાફીક સમસ્યાઓનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય અપરાધ રીકાઇ બ્યુરો (એન.આર.બી.) દ્વારા હાલમાં જાહેર કરાયેલ ૨૦૧૯ ના સર્વેમાં આ આકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૫૩ શહેરોમાં અંદાજીત મૃત્યુ દર૩૮.૨% આવ્યો છે. ઓલ ઇન્ડિયાનો મૃત્યુદર ૩૧.૫% છે. જેમાં રાજકોટ ૧૩૯૦ મૃત્યુના કિસ્સા સાથે ટોચ ઉપર છે. અમદાવાદનો મૃત્યુ દર ૨૮.૯% સાથે ૧૮૩૬ લોકોના મૃત્યુ નોંધાયા છે. વડોદરામાં મૃત્યુ દર ૪૩.૬%, સુરતમાં ૫૧.૩%, મુંબઇ ૫૦.૨%, જયપુર ૮૫.૬%, ભોપાલ ૩૯.૪% મૃત્યુ દર નોંધાયો છે.

સૌથી વધુ જનસંખ્યા ધરાવતા મહાનગરોમાં કલકતાનો મૃત્યુદર સૌથી ઓછો ૨.૩% રહ્યો છે. જયારે ગુજરાતમાં દુર્ઘટનાઓથી ૨૩૧૯ લોકોના જીવ ગુમાવાયા છે.

(11:11 am IST)