Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

તોતીંગ વ્યાજના ચક્કરમાં ફસાયેલ યુવકની મોરબીના એસ.પી.ને ફરીયાદ

રાજકોટ, તા.૩: તોતીંગ વ્યાજના ચક્કરમાં ફસાયેલ મોરબીના યુવકે એસ.પી.સમક્ષ બચાવી લેવા ફરીયાદ કરી છે.

આ ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી ધવલભાઇ શાંતીભાઇ રાણીપાએ એસ.પી. સાહેબ, મોરબી સમક્ષ તેવી લેખીત ફરીયાદ આપેલ છે કે પોતે તોતીંગ વ્યાજના ચક્કરમાં ફસાય ગયેલ હોય આપઘાત કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ હોય જો તાત્કાલીક ફરીયાદ સંબંધે કાર્યવાહી ન થઇ શકે તો આપઘાત કરવો પડે કે જાન ગુમાવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા બદલ જુદા જુદા () વિરૂધ્ધ ફરીયાદ કરેલ છે, જેમાં જીતેશભાઇ ઉર્ફે મુનાભાઇ બાલાસરા, રહે. નાગરવાસ, તા.માળીયા, જી.મોરબી, હર્ષદભાઇ રહે.વાવડી રોડ, મોરબી રાજુભાઇ, રહે.દહીંસરા, જી.મોરબી, પ્રશાંતભાઇ પટેલ, રહે.મોરબી, હીરેનભાઇ પાંચોટીયા, રહે. મુ.સારદુલકા, જી.મોરબી, નરેન્દ્રસિંહ જાડેજા, રહે.મુ.સીક્કા, જી.જામનગરવાળાએ ફરીયાદી ધવલભાઇ પાસેથી પોતાના ધંધાના હેતુ માટે પ્રથમ ત્રણ ટકાના વ્યાજે રકમ ઉછીની આપેલી અને તે અંગે સીકયુરીટી માટે જુદા જુદા કોરા સહી કરેલા ચેકો મેળવેલ ત્યારબાદ વીલંબ ગણી ધીમે ધીમે વ્યાજની રકમ વધારતા ગયેલ અને છેલ્લે તો ત્રીસ ટકા  જેટલી વ્યાજની રકમ કરી નાખેલ. જે રકમ કયારેય ચુકવી શકે તેવી સ્થિતિમાં ફરીયાદી રહેલ નહીં. તેમજ આરોપી જીતેશભાઇને પાંચ લાખ ઉછીના લીધેલ જેમાંથી આઠ લાખ જેટલી રકમ ચુકવી આપેલ.

એમ છતાં હાલ પણ જુદા જુદા ફોન દ્વારા ધમકીઓ મારી નાખવાની ધમકી આપી મોટી રકમોની માંગણી કરી રહેલ હોય જેનુ રેકોર્ડીગ પણ ફરીયાદી પાસે હોય તેમજ હર્ષદભાઇ તેઓએ એક લાખ રૂપીયા ઉછીના આપેલ જેને ચાર લાખ જેવી માતબર રકમ ચુકવી આપેલ હોવા છતાં કોરા ચેકો પોતાના કબ્જામાં રાખી મનસ્વી આંકડા ભરી મોટી રકમોની ઉઘરાણી કરતા હોય તે જ રીતે રાજુભાઇ દહીંસરાવાળાએ પણ એક લાખ ઉછીના આપેલ જેના બે લાખ પરત ચુકવી આપેલ છે  તેમ છતા હાલ વધારાની ઉઘરાણી કરી પોતાના કબ્જા રાખેલા કોરા ચેકનો દુરપયોગ કરી રહેલ હોય. તે જ રીતે પ્રશાંતભાઇ, હીરેનભાઇ, નરેન્દ્રસિંહ દ્વારા પણ ત્રીસ ટકા જેટલી વ્યાજની રકમો ગણી અને પઠાણી ઉઘરાણી કરી રહેલ હોય અને ફરીયાદીના કુટુંબના જાનનુ જોખમ ઉભુ થયેલ હોય અને પોતાની પાસે રકમો ચુકવી શકે તેવા કોઇ આવકના સાધનો ન હોય. જેથી કાં તો આપઘાત કરી લેવો પડે કાં તો જાન ગુમાવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ હોય તેથી આ ચુંગલમાંથી બચાવવા એસ.પી.શ્રી મોરબી સમક્ષ હિંમત કરી અને લેખીત ફરીયાદ કરેલ છે.

(2:42 pm IST)