Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગોંડલ રોડ પર ફલેટમાં ચાલતા જૂગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ પતા ટીંચતા ૭ ઝડપાયા

રાજકોટ તા. ૩ :.. શહેરના ગોંડલ રોડ પર આવેલ આગમન સીટી નામના ફલેટમાં જૂગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી જૂગાર રમતી મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આગમન સીટી એપાર્ટમેન્ટમાં ફલેટમાં કેટલાક શખ્સો જૂગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ  કોન્સ. વિક્રમભાઇ અને કોન્સ. દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી.  જેબલીયા, હેડ કોન્સ. અંસુમનભાઇ ગઢવી, વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ, પ્રતાપસિંહ અને દેવાભાઇ ધરજીયા સહિતે  આગમન સીટી ફલેટ નં. એફ.-૩૦૮ માં દરોડો પાડી જૂગાર રમતા ફલેટ માલીક કનકસિંહ પથુભા જાડેજા, સુખરામનગર સોસાયટીના તુષાર વલ્લભભાઇ કાછડીયા, આગમન સીટી એપાર્ટમેન્ટના હર્ષદબા કનકસિંહ જાડેજા, ઉદયનગરના પુનમબેન લાખાભાઇ જીલરીયા, સેજલબેન રાજેન્દ્રભાઇ  ગૌસ્વામી (રહે. વિજયનગર), અંજલી પાર્ક શેરી નં. ૧ ના ગીતાબેન  રવીભાઇ ગૌસ્વામી, તથા રાજદીપ સોસાયટીના ભુમીબેન રમેશભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ર૯૪૯૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. અને પોલીસે તમામ સામે જાહેરનામા ભંગ બદલ પણ કાર્યવાહી કરી હતી.

(2:43 pm IST)