Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સિવિલ હોસ્પિટલમાં મળે છે ઘરથી પણ સારી ભોજન-નાસ્તાની સુવિધાઃ પરિવારજનોની જેમ કોવિડના દર્દીઓની સારસંભાળ

રાજકોટ તા. ૩ : સવારે ૭: ૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી, સવારે ૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે હાફ-ટી-બિસ્કીટ અને રાત્રે ખીચડી-કઢી, ભાખરી, શાક સાથે ડિનર અને સૂતા પહેલા હળદર વાળું દૂધ... આ કોઈ મોંઘી હોટલનું મેનુ નથી, પણ રાજકોટની કોવીડ - ૧૯ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને અપાતી ઘરથી પણ સારી શુદ્ઘ સાત્વિક ભોજનની સુવિધા છે.

સંવેદનશીલ રાજય સરકારે કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠતમ સારવાર સાથે સિવિલ હોસ્પિટલોમાં તેમના જમવા નાસ્તા-પાણીની સારામાં સારી ગુણવત્તાલક્ષી સવલતો મળે તે માટે કરેલી વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ સિવિલમાં પણ જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ અને માર્ગદર્શન અને સિવિલ તંત્રના સંકલનથી હેલ્ધી ફૂડ ઝોન શરૂ કરવામાં આવ્યો છે. સિવિલની આ કેન્ટીનમાંથી આવતું સાત્વિક અને શુદ્ઘ ભોજન કોવિડ અંતર્ગત પૂરતી સાવચેતી રાખીને આપવામાં આવે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન કમિટી સંભાળતા અને કેન્ટીન મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ભરતભાઈ દામજીભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, ૨૫ વ્યકિતનો સ્ટાફ કેન્ટીનમાં કામ કરે છે, ૧૨ બહેનો પણ છે.ઙ્ગ બ્રેકફાસ્ટમાં રોજ રોજ અલગ-અલગ નાસ્તો,ચા-કોફી આપવામાં આવે છે.

કેન્ટીન મેનેજમેન્ટ સંભાળતા પ્રતાપભાઈ રીબડીયાએ કહ્યું હતું કે, સ્ટાફ કેપ, માસ્ક અને કીટ પહેરી સ્ટ્રેચરમાં જમવાના પેક કરેલા પાર્સલ મૂકી વિતરણ કરે છે. ભરતભાઈ પંચાસરાએ જણાવ્યું કે, કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ જમવાનું, ચા- પાણી મળી જાય તેમજ સમયસર અને ગુણવત્ત્।ાવાળું ભોજન આપવામાં આવે તે માટે પુરતી દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટના પોપટપરા વિસ્તારના મહિલા દર્દીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સારવાર માટે પૂરતી તકેદારી રાખી જમવા, ચા-પાણી માટે સારામાં સારી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. કોવિડ-૧૯ ના દર્દીઓ સીવીલ હોસ્પિટલમાં દવાઓની સાથે તેમને અપાતા સાત્વીક ભોજનના કારણે બહું ટુકાં સમયમાં કોરોનાને હરાવી કોરોના મૂકત બની તેમના પરિવારજનો સાથે તંદુરસ્ત જીવન વ્યતીત કરી રહયાં છે.

કોરોનાની સારવાર સિવિલમાં હોસ્પિટલમાં જ લેવી જોઈએઃ કોરોના પોઝિટિવ દર્દી મનસુખભાઇ મારડિયા

રાજકોટ તા. ૨ સ્પટેમ્બર - મને ગત રવિવારે તાવ આવતા બે દિવસ પ્રાથમિક દવા કરાવ્યા બાદ સ્વાસ્થ્ય બગાડતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું. પરંતુ મેં સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવા જણાવી દાખલ થઈ ગયા હતા. બે જ દિવસમાં મારી તબિયતમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે, અને આવનારા બે-ત્રણ દિવસમાં મને સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવશે તેમ ડોકટરોએ જણાવ્યું હોવાનું રાજકોટ કોવીડ હોસ્પિટલમાં સારવાર લેતા મનસુખભાઇ મારડિયા ખુશી સાથે જણાવે છે.

સિવિલમા તમામ દર્દીઓને મળતી સારવાર સુવિધાની જેમ મને પણ સંતોશકારક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ડોકટર દવારા સતત ખબર-અંતર પૂછવામાં આવે છે. અહીં સવારે ચા, નાસ્તો, બપોરે અને રાત્રે ભોજનની ઘરથી પણ ઉત્ત્।મ વ્યવસ્થા છે.

મનસુખભાઇ કહે છે કે, ખાસ તો સિવિલની ચોખ્ખાઈ જોઈ મને ખુબ ગમ્યું છે. ખાનગી હોસ્પિટલ જેવી જ સાધન સુવિધા અહીં ઉપલબ્ધ છે, હું તમામ લોકોને અનુરોધ કરીશ કે કોરોના થાય તો અહીં જ સારવાર લેવા આવવું જોઈએ. ઘરેથી ૧૦૮ ની સર્વિસ દ્વારા મને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો અને તાત્કાલિક મને દાખલ કરી મારી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. વગર પૈસે આવી સુવિધા બીજે કયાં મળે ? હાલ   મનસુખભાઇ મારડિયા કોવીડ - ૧૯ હોસ્પિટલમાં કોરોનની સારવાર લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ ઘર વાપસી કરશે ત્યારે આ દિવસો તેમના જીવનનું અનન્ય સંભારણું બની રહેશે.

માતાની મમતાની જેમ દરેક દર્દીના આરોગ્યની સંભાળ રાખતો રાજકોટ સિવીલ હોસ્પિટલનો સ્ટાફ

રાજકોટ તા. ૩: ઙ્ગજયારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા નિતાબેન ભાવેશભાઈ ડોબરીયાની નાની બાળકી આયુશીની ઝાડા અને ઉલ્ટીની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલુ હોવા છતાં કોરોના આવતા તેની બાળકીને સિવિલ હોસ્પિટલ પર ભરોસો મૂકી ત્વરિત ખસેડાવી હિંમત અને ઝિંદાદીલીનું જવલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આત્મસંતોષ સાથે વાત કરતા આયુશીની માતા નિતાબેન જણાવે છે,ઙ્ગમારી દિકરી આયુશીને ઝાડા અને ઉલ્ટી થતા હતા. જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી હતી. જયાં તેને સારવાર માટે તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવી હતી. જેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવતા તેને અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. અહીંયા તેને એકસપર્ટ ડોકટરો દ્વારા અપાતી નિયમિત સારવાર,ઙ્ગસવારના વિવિધ પ્રકારનો નાસ્તો,ઙ્ગબે ટાઈમ સમયસર ભોજન,ઙ્ગદરરોજ બેડશીટ અને ઓશિકાના કવર પણ બદલી આપવામાં આવે છે. આમ તમામ પ્રકારની ઉત્ત્।કૃષ્ઠ સુવિધા દર્દીઓને આપવામાં આવે છે.આમ,ઙ્ગજોવા જઈએ તો રાજકોટ સિવીલ હોસ્પિટલનો સ્ટાફ દરેક દર્દીના આરોગ્યની સંભાળ માતાની મમતાની જેમ રાખી રહ્યો હોવાનુ આયુસીના મમ્મી નિતાબેન જણાવે છે.

(3:49 pm IST)