Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સગીરા સાથે અડપલા કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા. ૩: હલેન્ડા ગામની સગીર પુત્રીના માતાએ પોતાની સગીર પુત્રી ઉવ.૯ને હલેન્ડા ગામના રહીશ રવજીભાઇ ભીખાભાઇ સોલંકીએ તેને પકડી તેના કપડા ફાડી નાખી શરીર ઉપર જયા ત્યાં અડપલા કર્યા અંગેની ફરીયાદ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જે અનુસંધાને આરોપીની અટક કરવામાં આવેલ. અને જે કામે અરજદાર/આરોપીએ રાજકોટના સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જામીન અરજી ગુજારતા જે જામીન અરજી મંજુર રાખી અરજદાર /આરોપીને રૂ. ૧૫,૦૦૦ ના જામીન ઉપર મુકત કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે તા. ૩/૮/૨૦૨૦ના રોજ ફરીયાદણબાઇની સગીરા પુત્રી ગામની પાદરમાં જાજરૂ જઇને પરત આવતી હતી. ત્યારે આરોપી રવજીભાઇ ભીખાભાઇ સોલંકીએ તેન પકડી લઇ તેના કપડા ફાડી નાખી શરીરે જ્યાં ત્યાં અડપલા કરેલ અને જે તે વખતે ગામની બે બાઇઓ પાણી ભરીને આવતી હોય તેને જોઇ જતા આરોપીએ સગીરને છોડી દીધેલ. જે અંગેની ફરીયાદ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ ૩૫૪ (એ) તથા પોકસો કલમ -૮ મુજબની નોંધવામાં આવેલ જે અનુસંધાને આરોપીની તા. ૬/૮/૨૦૨૦ ના રોજ અટક કરવામાં આવેલ અને સ્પેશ્યલ પોકસો સ્પેશ્યલ સેસન્સ કોર્ટમાં તા. ૭/૮/૨૦૨૦ના રોજ રજુ કરી રાજકોટ જીલ્લા જેલ હવાલે મોકલી આપવામાં આવેલ. જેથી આરોપીએ જામીન અરજી કરી હતી.

આ કામમાં અરજદાર/ આરોપી તરફે અમિત એસ.ભગત, દિવ્યેશ મહેતા, કિરીટસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા વિજયભાઇ બાવળીયા રોકાયેલ હતા.

(3:50 pm IST)