Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પોપટપરામાં થયેલ લુંટ ડકૈતીના ગુનામાં ૧૦ આરોપીઓની રીમાન્ડ અરજી નામંજુર

રાજકોટ,તા. ૩: પોપટપરામાં થયેલ ચકચારી લુંટ તથા ડકૈતીના કેસમાં ૧૦ આરોપીની પોલીસ રીમાન્ડની અરજીને અદાલતે નામંજુર કરી હતી.

આ કામે પોલીસ કેસની વિગત એવી કે, આ કામના ફરીયાદના પતિ સાહેદ ભરત કુગશીયાને આ કામના આરોપી કાસમ કડીએ પોપટપરામાં રહેવા દેવો ન હોય જે બાબતનો ખાર રાખી આ કામના આરોપી કાસમ કડી તથા તેની સાથેના સહ આરોપી મળી કુલ-૧૦ આરોપીઓએ ધોકા લઇ ફરીયાદી બહેનને ઘરે ગેરકાયદે પ્રવેશ કરી ફરીયાદી બહેનનને તેનો પતિ ભરતો કયાં છે. તેમ રહી રહેણાંક મકાનના બારીઓના કાચ ફોડી દરવાજામાં પાટા મારી ખોલી નાખી, અંદરના રૂમમાં રહેલા લોખંડના કબાટના ખાનામાંથી ૬ તોલાનો સોનાનો ચેઇન તા. રૂ. ૮૦૦૦ રોકડાની લુંટ ગેરકાયદેસર મંડળી રચી ગુનો કરેલ હતો.

આ બનાવ અંગે પોલીસે (૧) કાસમ ઉર્ફે કડી ખમીશાભાઇ જુણાચ, (૨) મહમ્દહનીફ યુસુફભાઇ મસ્કતી, (૩) ગફારભાઇ નુરમામદભાઇ સુધાબુનીયા, (૪) ઇમરાનભાઇ ઓસમાણભાઇ ચાનીયા, (૫) જાવેદભાઇ આમદભાઇ ચાનીયા, (૬) સચીનભાઇ કમલેશભાઇ આહુજા, (૭) સલીમ દાઉદભાઇ ચાનીયા, (૮) ઇમરાન ગફારભાઇ કુરેશી, (૯) ઉસ્માન ફીરોજભાઇ કુરેશી તથા (૧૦) ગુરૂદીપસિંહ બકુલસિંહ જાડેજાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસની રીમાન્ડ અરજી મુદામાલ સોનાનો ચેઇન તથા રોકડા રૂપિયા આરોપી પાસેથી કબ્જે કરવા માટે માંગેલ હતી.

બંને પક્ષોની રજુઆતો ધ્યાને લઇ એડી.ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ શ્રી ચૌધરીએ પોલીસની તમામ આરોપીઓને રીમાન્ડ ઉપર લેવાની અરજી નામંજુર કરેલ હતી. આ કામે આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી રોકાયેલ હતા.

(3:50 pm IST)