Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

એટ્રોસીટી એકટના ગુનામાં પકડાયેલ ભરવાડ મહિલાની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૩: એટ્રોસીટી એકટના ગુન્હા હેઠળ પકડાયેલ સોલવન્ટ વિસ્તારની ભરવાડ મહિલા આરોપીનો જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી સવિતાબેન ગોપાલભાઇ વાઘેલાએ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫(૧), તથા એટ્રોસીટી એકટની કલમ ૩(ર) (પ-એ) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા ગત તા.૧૨-૭-૨૦૨૦ના રોજ આ કામના મહિલા આરોપી જશુબેન ધીરૂભાઇ જોગરાણાની ઉપરોકત ગુન્હામાં કામ સબબ રાજકોટના આજીડેમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

ત્યારબાદ આરોપી વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપી વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ તેમજ તાજેતરમાં એટ્રોસીટીના ગુન્હા સબબ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી સ્પે.એટ્રોસીટી કોર્ટના જજ શ્રી એચ. એમ.પવારે આરોપીને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા તથા એમ.એન.સિંધવ રોકાયેલા હતા.

(3:51 pm IST)