Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વિદેશી દારૂના ૧૬ ગુનામાં સામેલ બુટલેગર ધવલ ઉર્ફે ધવલો પાસામાં ધકેલાયો

રાજકોટ, તા., ૩: શહેરના અલગ-અલગ વિસ્તારમાં દારૂના જથ્થા સાથે પકડાયેલા બુટલેગરોને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના ક્રાઇમ બ્રાંચ બી ડીવીઝન, તાલુકા, પ્ર.નગર, થોરાળા પોલીસ મથકમાં વિદેશી દારૂના ૧૬ જેટલા ગુનામાં  પકડાયેલા ધવલ ઉર્ફે ધવલો ધીરૈનભાઇ પુજારા (રહે. મયુરનગર મેઇન રોડ ભાવનગર રોડ)ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી પીએસઆઇ વી.જે.જાડેજા અને કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા સહીતે બુટલેગર ધવલ ઉર્ફે ધવલો પુજારાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. આ શખ્સ અગાઉ દારૂના ગુનામાં ત્રણ વખત પાસામાં જઇ ચુકયો છે.

(3:51 pm IST)