Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડ સબ પોસ્‍ટ ઓફિસ, ભાવનગર ડાક ઘર કેન્‍દ્રનું ઉદઘાટન

રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ

રાજકોટઃ આવતીકાલે તા.૨.૧૦ રવિવારે ગાંધી જયંતિના શુભ દિવસે સંચાર રાજયમંત્રી ભારત સરકાર શ્રીદેવુસિંહ ચૌહાણના હસ્‍તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સબ પોસ્‍ટ ઓફિસનુંૅ ઔપચારિક વર્ચુઅલ ઉદઘાટન કરવામાં આવશે. રાજકોટ માર્ર્કેટિંગ યાર્ડ પોસ્‍ટઓફિસના માધ્‍યમથી તમામ નાગરિકોને વિવિધ પોસ્‍ટલ સેવાઓ અને ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકની બેન્‍કિંગ સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકે છે. સંચાર રાજયમંત્રી શ્રીભારત સરકાર ભાવનગર હેડ પોસ્‍ટ ઓફિસમાં ડાક ઘર નિર્યાત કેન્‍દ્રનું વર્ચુઅલ રીતે ઉદઘાટન કરશે. આ સેવાથી વિદેશમાં પાર્સલ મોકલવા માટે ભાવનગરથી જ નિકાસકારો પોતાના વ્‍યાવસાયિક માલસામાન વિદેશમાં વ્‍યાજબી ભાવથી સરળ દસ્‍તાવેજ પ્રક્રિયા સાથે મોકલી શકશે.તદુપરાંત, મહાત્‍માગાંધી રાજકોટમાં જે ઘરમાં રહ્યા હતા તે ઘરને કબા ગાંધીનો ડેલો તરીકે ઓળખવામાં આવે છે, તેના પર વિશેષ આવરણનું વિમોચન સંચાર રાજયમંત્રી ભારત સરકાર શ્રીદેવુસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવશે.ઉપરોકત કાર્યક્રમોનું આયોજન તા.૨ શ્રીઅટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ, પેડક રોડ, ખાતે ભારતીય ટપાલ વિભાગ, ગુજરાત સર્કલના નેજા હેઠળ રાજકોટ પોસ્‍ટલ ડીવીઝન દ્વારા કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(11:32 am IST)