Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મનપાના ૩ પ્‍લોટમાં ફટાકડાના સ્‍ટોલ ભાડે આપવા હરરાજી : ગત વર્ષ કરતા ૨ લાખ વધુ

નાનામવા સર્કલ, સાધુ વાસવાણી, રૈયા રોડ પર ૧૫×૧૫ના : ૪૮ સ્‍ટોલના ૧૦ દિ'ના રૂા. ૧૦ લાખ ઉપજ્‍યા : ૬૦ લોકો જોડાયા હતા

રાજકોટ તા. ૧ : દિવાળી તહેવાર અનુસંધાને મનપાના ૩ પ્‍લોટમાં ફટાકડા સ્‍ટોલ ભાડે હરરાજી યોજાતા ૪૮ સ્‍ટોલના રૂા. ૧૦ લાખની આવક થવા પામી હતી. જો ગત વર્ષ કરતા ૨ લાખથી વધુ આવક થઇ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આજરોજ સેન્‍ટ્રલ ઝોન ઓફિસ ખાતે દિવાળીના તહેવારોના અનુસંધાનેના ફટાકડા સ્‍ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. ત્રણ સ્‍થળ ખાતે ફટાકડાનાં સ્‍ટોલ આપવા માટે હરરાજી યોજાઈ (૧) નાનામવા સર્કલ ખાતે ત્‍યાં ૨૩ સ્‍ટોલ, (૨) સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે ત્‍યાં ૧૫ સ્‍ટોલ અને (૩) રૈયા રોડ પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ પાસે ત્‍યાં ૧૦ સ્‍ટોલ ખાતેની હરરાજી યોજાઈ. તમામ સ્‍થળ ખાતેનાં કુલ ૪૮ સ્‍ટોલ ભાડે અપાયેલ છે. હરરાજીમાં કુલ ૬૦ વ્‍યક્‍તિઓએ ભાગ લીધેલ હતો. આ કામે રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત રૂ. ૧૦ લાખ જેટલી આવક થશે.

આ તમામ સ્‍ટોલ ૧૫×૧૫ નાં રહેશે અને તા. ૧૫ થી તા. ૨૪ ઓક્‍ટોબર સુધી ભાડે આપવામાં આવશે.

(3:51 pm IST)