Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

શોભનાબેન લાપતા નહોતા તેમની હત્‍યા થયેલ હત્‍યારાનું નામ જાણી પોલીસ કેમ ચોંકી ઊઠી

હાઈકોર્ટ સુધી પહોચેલ સૌરાષ્‍ટ્રભરમાં ચકચારી સાવરકુંડલા પંથકની ઘટના પરથી આખરે પડદો ઊંચકાયો : અમરેલી એસપી હિમકરસિંહ અને અનુભવી નાયબ અધિક્ષકના માર્ગદર્શનમાં પીઆઈ ડી.કે. વાઘેલા, પીએસઆઈ જે.કે.ઝાલા તથા સમગ્ર ટીમ દ્વારા અશકયને કેવી રીતે શકય બનાવ્‍યું? અકિલા સમક્ષ સાવરકુંડલાના ડીવાયએસપી હરેશ વોરા રસપ્રદ કથા વર્ણવે છે

રાજકોટ, તા.૩:  સાવરકુંડલામા એક પરિવાર ગુમ થયાની ફરિયાદના મામલામાં અમરેલી એસપી હીમકર સિહ તથા ખૂબ અનુભવી અને અનેક અટપટા મામલાનો ભેદ ઉકેલી ચૂકેલા અને આ પંથકના જાણકાર નાયબ પોલીસ અધિક્ષક હરેશ વોરા ટીમ પાસે આ મામલો આવ્‍યો, હાઇ કોર્ટ સુધી પહોચેલ આ સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાં ગાજેલ મામલામાં બાળકોનો પતો લાગ્‍યો પરંતુ હાઈકોર્ટ સુધી ગયેલ રાજાભાઈના પુત્ર સુરેશભાઈના પત્‍ની શોભનાબેનનો કોઈ પતો ન લાગતા પોલીસ દ્વારા આખી ઘટના અંગે ફરીથી અભ્‍યાસ ચાલુ કરી દરેક મુદ્દા બારીકાઈથી તપાસી અને જે નિષ્‍કર્ષ પર પોહચી રહસ્‍ય ખુલ્‍યું ત્‍યારે સહુ દંગ બની ડીવાયએસપી હરેશ વોરા દ્વારા જણાવેલ તો ચાલો આખા રસપ્રદ મામલાની કથા તેમની પાસેથી જ જાણીએ.

સાવરકુંડલાના રાજાભાઈ મોહનભાઈ સોલંકીનાઓના દીકરા સુરેશભાઈ રાજાભાઈ સોલંકી તથા તેના પત્‍નિ શોભાબેન તથા તેમના ચાર બાળકો સાવરકુંડલાના શ્રધ્‍ધ સોસાયટીમાં રહેતા હોય જેઓ કોઈને કહ્યા વગર કયાક ચાલ્‍યા ગયેલ હોય જેથી અજરદારશ્રી રાજાભાઈ મોહનભાઈ સોલંકી નાઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સી.આર.એમ.એ. નં.૯૫૦૧/૨૦૨૨થી હેબીયર્સ કોપર્સની અરજી દાખલ કરેલ હતી. જે અન્‍વયે સાવરકુંડલા ટાઉન પોલીસ ઈન્‍સપેકટર ડી.કે. વાઘેલાનાઓ દ્વારા ગુમ થનાર પરિવારને શોધી કાઢવા સા.કુંડલા ટાઉન પો.સ્‍ટે. (૧) પો.સબ.ઈન્‍સ. જે.એલ.ઝાલા તથા (૨) એ.એસ.આઈ. હિંગરાજસિંહ ગોહીલ તથા (૩) હેડ કોન્‍સ. ભાવીનભાઈ દવે તથા (૪) હેડ કોન્‍સ. શકિતસિંહ વાઘેલા તથા (૫) પો.કોન્‍સ. પીયુષભાઈ ઠાકર તથા (૬) પો.કોન્‍સ. જીતુભાઈ સરવૈયા તથા (૭) પો.કોન્‍સ. ચિતનભાઈ મારૂ તથા (૮) પો.કોન્‍સ. ગૌરવભાઈ બોદર તથા (૯) હેડ કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ ગોહિલનાઓની અલગ અલગ બે ટીમો બનાવી સા.કુંડલા ટાઉન પોલીસ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સજના માધ્‍યમથી રાજાભાઈ સોલંકીના દીકરા સુરેશભાઈ રાજાભાઈ સોલંકી તથા તેના ચાર બાળકોને ગોંડલથી શોધી લાવી હેબીયર્સ કોપર્સની અરજી અન્‍વયે નામ. ગુજરાત હાઈકોર્ટમાં રજુ રાખવામાં આવેલ.

બાદ આ સુરેશભાઈ રાજાભાઈ સોલંકીના પત્‍નિ શોભાબેનને શોધવાના બાકી હોય જેથી સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.ના ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. કે.સી. રાઠવા તથા સર્વેલન્‍સ ટીમ દ્વારા સુરેશભાઈની પુછપરછ કરતા કોઈ સાચી હકીકત  જણાવતો ન હોય જેથી સુરેશભાઈની યુકિત પ્રયુકિતથી સતત પુછપરછ કરતા સુરેશભાઈ રાજાભાઈ સોલંકી ભાંગી પડેલ અને પોતે હકીકત જણાવેલ કે, તેઓને ઘણા સમયથી સાવરકુંડલામાં રહેતા આરતીબેન સાથે આડા સંબંધ હોય અને જેઓ તેના પરીવારની સાથે જ રહેતા હોય જેથી સુરેશભાઈને તેમની પત્‍નિ શોભાબેન સાથે ઝઘડાઓ થવા લાગેલ અને આ સુરેશભાઈને આરતીબેન સાથે આડા સંબંધ હોય અને તેમના પત્‍નિ આ સંબંધમાં નડતર રૂપ થતા હોય જેથી સુરેશભાઈ તા.૨૭/૪/૨૦૨૨ના રોજ તેમની પત્‍નિ શોભાબેનને સુરત રહેતા હોય જયાથી સુરધનદાદાના દર્શને જવાનું છે તેમ કહી એકલા લીલીયા તાલુકાના લોકો ગામની સીમમા અવાવરૂ જગ્‍યાએ લઈ જઈ સુરેશભાઈએ તેની પત્‍નિ શોભાબેનને ગળે ટુપો આપી તેને મોતને ઘાટ ઉતારેલ જે હકિકત જણાવતા આ બનાવ બાબતે શોભાબેનના ભાઈ રમેશભાઈ ઘોહાભાઈ દાનાવાડીયા રહે બાબરા જી. અમરેલીવાળાએ ફરીયાદ આપતા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન ખાતે આઈ.પી.સી.કલમ ૩૦૨ મુજબનો ગુન્‍હો દાખલ કરેલ અને આરોપ વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આમ સા.કુંડલા ટાઉન પોલીસે છેલ્લા છએક માસથી ગુમ થનાર શોભાબેન સુરેશભાઈ સોલંકીનું તેના પતિ દ્વારા ગળાટુપો આપી હત્‍યા નીપજાવેલાનું શોધી કાઢેલ છે.

 પકડાયેલ આરોપીઓઃ- (૧) સુરેશભાઈ રાજાભાઈ સોલંકી ઉ.વ.૩૫ ધંધો, ખેતીકામ રહે. સા.કુંડલા આકાશી મેલડી માતાના મંદિર પાસે જી. અમરેલી.

કામગીરી કરનાર સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.ના ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. કે.સી.રાઠવા તથા પો.સબ.ઈન્‍સ. જે.એલ.ઝાલા તથા એ.એસ.આઈ. હિંગરાજસિંહ ગોહીલ તથા હેડ કોન્‍સ.ભાવીનભાઈ દવે તથા હેડ કોન્‍સ. શકિતસિંહ વાઘેલા તથા પો.કોન્‍સ. પીયુષકુમાર ઠાકર તથા પો.કોન્‍સ. જીતુભાઈ સરવૈયા તથા પો.કોન્‍સ. ચિંતનભાઈ મારૂ.

(11:26 am IST)