Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સગીરા ઉપરના દુષ્‍કર્મ-પોકસો જેવા ગંભીર ગુનામાં પોલીસની બેદરકારીના કારણે આરોપીના ડિફોલ્‍ટ બેઇલ મંજુર કરતી કોર્ટ

પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્‍મક પગલા ભરવા અને ત્રણ માસમાં કોર્ટને રિપોર્ટ કરવા હુકમ : સમય મર્યાદામાં ચાર્જશીટ નહિ કરતાં ગંભીર ગુનાના આરોપીના જામીન મંજુર થયા

રાજકોટ,તા. ૩ : રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક વિસ્‍તારમાં રહેતા આ કામના ફરીયાદી એ પોતાની ૧૬ વર્ષની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટના એ -ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ (૨) એન તથા પોકસો એકટની કલમ ૫ (એલ) ૬ મુજબની ફરીયાદ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી હતી. જે ગુન્‍હાના અનુસંધાને આ કામના આરોપી હિતેશ ભરતભાઇ જાંબુકીયાની પોલીસ દ્વારા તા. ૩/૪/૨૦૨૨ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દીવસથી જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવેલો જેનો સેશન્‍સ કોર્ટ (પોકસો કોર્ટ) દ્વારા ડિફોલ્‍ટ બેઇલ પર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટના ચુનારાવાડ ચોક વિસ્‍તારના રહેવાસી એવા ભાગ બનનારના માતાએ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં પોતાની ૧૬ વર્ષની સગીર વયની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી અને આ ફરીયાદના અનુસંધાને પોલીસ દ્વારા આરોપી હિતેશ ભરતભાઇ જાંબુકીયાની ધોરણસર ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેને જ્‍યુ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ થયેલ હતો. ત્‍યારબાદ પોલીસે કાયદામાં ચાર્જશીટ રજુ કરવાની મહત્‍મ જોગવાઇ ૯૦ દિવસ હોય જે સમય મર્યાદા કોર્ટ સમક્ષ આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટ રજુ ન કરતા આરોપીએ પોતાના એડવોકેટ મારફત ડિફોલ્‍ટ બેઇલ પર જામીન મુકત થવા માટે અરજી પોકસો કોર્ટમાં ગુજારેલ હતી જે જામીન અરજી ચાલવા પર આવતા નામ પોકસો કોટર્. તપાસ કરનાર અમલદારને સોગંદનામું રજુ કરવા હુકમ ફરમાવેલ હતો.

 તપાસ કરનાર અમલદાર પી.એસ.આઇ એ.જે. લાઠીયાએ પોતાના સોગંદ પરથી હકીકતમાં પોતે ચાર્જશીટ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં સમય મર્યાદા પહેલા રજુ કરી હોમગાર્ડ સેજલબેન મકવાણાને આપેલાની હકીકત જણાવી પોતે કોઇ ફરજમાં નિષ્‍કાળજી કે બેદરકારી દાખવેલ નથી તેવી હકીકતો જણાવેલ જેથી પોકસો કોર્ટે એ -ડિવિઝન પોલીસ સ્‍ટેશનના તત્‍કાલીન પી.આઇ. સી.જી.જોશીને જેની સંભવત હાલના ગુન્‍હાના કામે ફરજમાં દાખવેલી બદેરકારી અને નિષ્‍કાળજીના હિસાબે હાલમાં જ અમદાવાદ મુકામે બદલી કરવાનો હુકમ થયેલ હોય તેને કોર્ટમાં સોગંદ પર હકીકત જણાવવા નોટીસ કરેલ હોય જેથી એ ડિવિઝનના પી.આઇ. સી.જી.જોશીએ પોતાના સોગંદનામા ઉપર ચાર્જશીટ રજુ ન કરવા પાછળ પોતાની કોઇ નિષ્‍કાળજી કે બેદરકારી નથી પરંતુ તપાસ કરનાર પી.એસ.આઇ લાઠીયાના લીધે ચાર્જશીટ કોર્ટમાં રજુ થયેલ ન હોય તેવી હકીકત પોતાના સોગંદ પર જાહેર કરેલ અને એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના હોમગાર્ડ સેજલબેન મકવાણાને પણ સોગંદનામુ રજુ કરવા હુકમ થયેલો  જેમાં તેઓએ પોતાની કોઇ ભૂલ ન હોવાની હકીકત જણાવેલી હોય આમ જવાબદાર પોલીસ કર્મચારીઓએ એકબીજા પર દોષારોપણ કરતાં કોર્ટે પોલીસના વલણની આકરી ટીકા કરી એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પી.આઇ. સી.જી.જોશી આ કામના તપાસ કરનાર અમલદાર પી.એસ.આઇ એ.જે.લાઠીયા તેમજ હોમગાર્ડ યાદી રાજકોટના પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રકીટ જજ મારફત રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરશ્રીને મોકલી આપી ત્રણ માસની અંદર તપાસનો અહેવાલ કોર્ટને મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. તેમજ અરજદાર તરફે એડવોકેટ દ્વારા ડીફોલ્‍ટ બેઇલ સંબંધે કરવામાં આવેલી રજુઆતો તેમજ ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ડીફોલ્‍ટ બેઇલ અંગેના તાજેતરમાં જુદા-જુદા ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ સ્‍પે.પોકસો સેશન્‍સ કોર્ટે આ કામના ઉપરકોત આરોપી હિતેશ ભરતભાઇ જાંબુકીયાને ડીફોલ્‍ટ બેઇલ પર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા રોકાયેલા હતા.

(11:37 am IST)