Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રઘુકુલ રીત સદા ચલી આઈ... ગીત પર રઘુવંશી ખેલૈયાઓની રમઝટ

રાજકોટ : અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ - ૨૦૨૨માં છઠ્ઠા અને સાતમા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં મની હાઈસ્ટ, ઓ દરીયાલાલા, એક પાટણ શેરની તથા રઘુકુલ રીત સદા ચલી આઈ ગીતો પર અનોખો અંદાજ જોવા મળ્યો હતો. જયારે સાતમા નોરતે રમતી આવી માડી રમતી આવે ડાકલા પર રઘુવંશી ખેલૈયાઓએ જમાવટ કરી હતી. પારીવારીક માહોલમાં ખેલૈયાઓ ભાતીગળ ગીતો, ગુજરાતી ગીતો પર દાંડીયા રાસ રમી રહ્યા છે.

જયારે મનડા લીધા મોહી રાજ પર યુવક - યુવતીઓનો અનોખો જ જલવો જોવા મળ્યો હતો. નવરાત્રીના અંતિમ દિવસોમાં ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થતો જાય છે. સુપ્રસિદ્ધ ગાયકો અને ગાયિકાઓ ગરબાની જમાવટ કરી હતી. જાણે રાસોત્સવ ગ્રાઉન્ડમાં રંગબેરંગી શણગાર ધારણ કર્યો હોય તેવું લાગી રહ્યુ છે અને સાતમા નોરતે રઘુવંશી ખેલૈયાઓએ થ્રી, ફોર, સિકસ સ્ટેપ, પંચીયો, ટીમલી અને દોઢીયાની રમઝટ બોલાવી હતી.

સંપૂર્ણ પારીવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ઓરકેસ્ટ્રા મેડ મ્યુઝીકના સથવારે જાણીતા ગાયકવંૃદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે રઘુવંશી ખેલૈયાઓએ અવનવા સ્ટેપ રમી મા જગદંબાની આરાધના કરી હતી.

ફર્સ્ટ પ્રિન્સ તરીકે પ્રેમ પૂજારા, પ્રિન્સેસમાં મીલોની કોટક, વેલડ્રેસ ગર્લ્સમાં બિંદીયા સોમૈયા જયારે જુનિયર ખેલૈયાઓમાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે રામ રાડીયા, ગર્લ્સમાં પ્રિયાંશી બદીયાણી, વેલડ્રેસ જુનિયર બોયઝમાં જીમીત કેસરીયા, વેલડ્રેસ જુનિયર ગર્લ્સમાં આરવી નથવાણી સહિતના ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતા.

છઠ્ઠા નોરતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૃ, ડો.નિશાંત ચોટાઈ, પરાગ દેવાણી, વાંકાનેરથી રામધામના પ્રણેતા રઘુવંશી અગ્રણી જીતુભાઈ સોમાણીના ભત્રીજા હર્ષ અને રાજભાઈ, વિનુભાઈ કટારીયા તેમજ મોરબીથી જગદીશભાઈ સાતા, અશ્વિનભાઈ કોટક, રાજભાઈ કોટક સહપરિવાર સાથે તથા સાતમા નોરતે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંંડારીયા, બેડી માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, રાજુભાઈ થાવરીયા, સંદિપભાઈ લાખાણી, ડી.એમ. એલ ગ્રુપના હરીશભાઈ લાખાણી, મીનાબેન લાખાણી, આર.ડી. ગ્રુપના રાકેશભાઈ પોપટ તેમજ કિર્તીબેન પોપટ, રાજકોટ લોહાણા મહાજનના રીટાબેન કોટક તેમજ ભુપેન્દ્રભાઈ કોટક, રઘુવંશી અગ્રણી હિતેષભાઈ બગડાઈ તેમજ સાવલીયાભાઈ, જય સીયારામ પેંડાવાળા જયંતભાઈ સેજપાલ તથા રત્નાબેન સેજપાલ, જવેલદીપ જવેલર્સના અમિતભાઈ રૃપારેલીયા પરીવાર સાથે સેવી હોમ એપ્લાયન્સીઝના નિતેષભાઇ ઠક્કર, પ્રગતિ લાઈટવાળા બિમલભાઈ કોટેચા તેમજ જયભાઈ વસાણી, લીલીઝના ઓનર સુધીરભાઈ તેમજ હર્ષાબેન રાજા, રઘુવંશી અગ્રણી જેષ્ઠારામ ચતવાણી તથા દાણાપીઠના પ્રમુખ બીપીનભાઈ કેસરીયા, પાવન મસાલાના આનંદભાઈ સેજપાલ અને મોહિતભાઈ, દિપકભાઈ રાજાણી તેમજ કિર્તીભાઈ ગોટેચા પરીવાર સાથે, એડવોકેટ રૃપેશભાઈ અનડકટ તેમજ સચિનભાઈ અનડકટ સહપરિવાર, સંકિર્તન મંદિરના હરીશભાઈ શાસ્ત્રીજી, મુન્નાભાઈ માણેક, પરેશભાઈ માણેક, અશ્વિનભાઈ બુદ્ધદેવ, રિલાયન્સ ટ્રેન્ડ્સના મેનેજર રમેશભાઈ માને, મિતેષભાઈ પૂજારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.રઘુવંશી રાસોત્સવને સફળ બનાવવા પરેશભાઈ વિઠ્ઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્સવને સફળ બનાવવા પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૃપમ (મામા), શૈલેષભાઈ પાબારી (એસપી), હસુભાઈ ભગદેવ, રાકેશભાઈ પોપટ, પ્રકાશભાઈ સોમૈયા, બલરામભાઈ કારીયા, જતીનભાઈ દક્ષીણી, ધર્મેશભાઈ વસંત, તેમજ મહિલા સમિતિના શીતલબેન બુદ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૃબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાઉં, બીજલબેન ચંદારાણા, રત્નાબેન સેજપાલ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:29 pm IST)