Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કલબ યુવીમાં આજે ભવ્ય મહાઆરતીઃ પાટીદારોમાં અનેરો ઉત્સાહ

કલબ યુવીમાં રાષ્ટ્રપિતા ગાંધીજીને અંજલી ગરબા સાથે દેશભકિતના ગીતોની રમઝટ : સૌરાષ્ટ્રભરના અનેક પાટીદાર અગ્રણીઓ સાથે પ્રજવલીત દિપ સાથે પાટીદાર ભાઈ- બહેનો જોડાશેઃ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાની પ્રેરક ઉપસ્થિતી

રાજકોટઃ શહેરના સેકન્ડ રીંગ રોડ પર ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં સંપૂર્ણ પારીવારીક માહોલમાં રંગબંરંગી ડ્રસમાં સજજ ખૈલૈયાઓ રાસોત્સવનો આનંદ માણી રહયા છે.  આજે મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતી યોજાનાર છે.

 ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સતત ૧૪માં વર્ષે હર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય મહાઆરતીનું આયોજન કરેલ છે. કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરની સ્થાપના કરવામાં આવે છે. તેમજ દરરોજ તેમની પુજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. આજે આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયા પરિવાર રાજકોટની રપ વિવિધ સંસ્થાઓ સાથે મળી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળના પ્રમુખ  જેરામભાઈ વાંસજાળીયા ચેરમેન મૌલેશભાઈ ઉકાણી મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તથા ગાંઠીલા મંદિરના ટ્રસ્ટીઓ સહીત સૌરાષ્ટ્રભરના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

 સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે રાધે ગુ્રપના શૈલેષભાઈ માકડીયા, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, અજયભાઈ દલસાણીયા, ભરતભાઈ ડઢાણીયા, બીપીનભાઈ હદવાણી, હસુભાઈ ઉકાણી, અતુલભાઈ સીણોજીયા, અલ્પેશભાઈ મકવાણા, અમીતભાઈ ભાણવડીયા, જયરાજસિંહ રાણા, સંજયભાઈ ધવા, વિજયભાઈ માકડીયા, કેતનભાઈ ધુલેશીયા, અરવિંદભાઈ કોરડીયા, ઉમિયા મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, જયોતીબેન ટીલવા, ઉમિયા પદયાત્રીક પરિવારના વિનુભાઈ મણવર, તથા ટ્રસ્ટી મંડળ, તેમજ સાતમા નોરતે રવિવારે સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાલા, તેમજ રાજકોટના ડો. કીર્તી પટેલ, ડો. ચંદ્રકાન્ત રબારા, ડો. સંજયભાઈ ભટ્ટ, ડો. અતુલ પંડયા, ડો. તુષાર પટેલ, ડો. મયંક ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. કાર્તીક સુતરીયા, ડો. ગૌતમ માકડીયા, ડો. આકાશ માકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. સુધીર ભીમાણી સહીતના રાજકોટના સુપર સ્પેશ્યાલીસ્ટ -સ્પેશ્યાલીસ્ટ ૪પ તબીબોની ટીમ દ્વારા આરતી કરવામાં આવી હતી. રાસોત્સવ નિહાળવા અતીથી વિશેષ તરીકે શનિવારે ગુજરાત મિરરના તંત્રી સંજયભાઈ પટેલ તથા કમલનયનભાઈ સોજીત્રા, રવિવારે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા,  સાંસદ મોહનભાઈ કુંડારીયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કલબ યુવી રાસોત્સવમાં ર ઓકટો. ને રવિવારના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલી આપવામાં આવી હતી. રંગબેરંગી કપડામાં ઝુમતા ખેલૈયાઓએ ગાયક કલાકાર મયુર બુઘ્ધદેવ સહીતના કલાકારો દ્વારા ગરબા તથા દેશભકિતના ગીતોની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતી બાદ ખેલૈયાઓ ફોર સ્ટેપ, સીકસ સ્ટેપ, ટપ્પો, ડાકલા, અને ફ્રિ સ્ટાઈલ સહીતના સ્ટેપો દ્રારા ગરબાની રંગત લઈ રહયા છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં શનિવારે છઠ્ઠા નોરતે તથા રવિવારે સાતમા નોરતે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વા. ચેરમેન સ્મિતભાઈ કનેરીયા કન્વીનર કાંતીભાઈ ધેટીયા, ટ્રસ્ટી જીવનભાઈ વડાલીયા, એમ.એમ. પટેલ, શિવલાલભાઈ આદ્રોજા, ધરમશીભાઈ સીતાપરા, પુનીતભાઈ ચોવટીયા, રાકેશભાઈ દેસાઈ, ચેતનભાઈ ખાનપરા, અશ્વિનભાઈ આદ્રોજા, કિશોરભાઈ મોરી, વિનોદભાઈ આદોદરીયા, એમ.આર. માકડીયા, ડો. મનીષ ડાભી, વૈભવ વાછાણી, ડો. કિર્તી પટેલ, બાન પરિવારના લવકુમાર, હર્ષ વિરોજા, ભાવેશભાઈ ફળદુ, કનુભાઈ ચાડમીયા, ચેતનભાઈ પાણ, મતંગ કાનાણી, નવીનભાઈ માકડીયા, ચંદુભાઈ ખાનપરા, કાન્તીભાઈ માકડીયા, અશ્વિનભાઈ શેરઠીયા, શૈલેષભાઈ ભાલોડીયા, અરવિંદભાઈ પાણ, દિપકભાઈ મોરી, મીરાબેન મારડીયા, ડો. સંજય પટેલ, રાહુલ કાલરીયા, હીનાબેન ફળદુ, વીજયભાઈ ડઢાણીયા સહીતના એ વિજેતા ખૈલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.

કલબ યુવી રાસોત્સવમાં શનિવારે સાતમા અને આઠમાં નોરતાના વિજેતા જાહેર કરાયા હતા. જેમાં સાતમા નોરતાના વિજેતા ઓમાંં ચિલ્ડ્રન વેલ ડ્રેસ મેંદપરા પલસ, વાછાણી ઉર્જા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ત્રાંબડીયા નંદ, વડાલીયા હાર્દ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે રબારા સુહાની, મેંદપરા માંહી, ચિ૯ડ્રન પ્રિન્સ તરીકે વિરપરીયા તીર્થ, દેલવાડીયા જીલ, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ભાલોડીયા ટવીંકલ, સવસાણી અમી, ગોસાણી ચાંદની, વેલ ડ્રેસ પ્રિન્સ ધીંગાણી અરીત, વૈષ્નાણી ઉમંગ, શેખાત ગુંજન, પ્રિન્સેસ તરીકે બુટાણી ખુશી, ભેંદદડીયા ઉર્વિશા, કાનાણી તુલસી, પ્રિન્સ તરીકે વાછાણી શિવાંગ, કણસાગરા હર્ષ, ધુલેશીયા બ્રિજેશ વિજેતા બન્યા હતા. આઠમા નોરતાના વિજેતા ઓમાંં ચિલ્ડ્રન વેલ ડ્રેસ વાડોદરીયા હીરવા, ચાંગેલા કાન્હી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ અઘેરા રક્ષીત, અંટાળા વેદ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કનેરીયા કાવ્યા, પાણ ચાર્વિ ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે ઈસોટીયા હિયાન, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ઘેટીયા મિસરી, અકબરી દિશા, સીણોજીયા રુત્વી,  વેલ ડ્રેસ પ્રિન્સ વાછાણી શોર્ય, તેજપરા કેવલ, કણસાગરા જીત, પ્રિન્સેસ તરીકે બેરા રીના, કલોલા ક્રિષ્ના, પનારા મૈત્રી, પ્રિન્સ તરીકે હરાણીયા મન, ભેંસદડીયા યશ, દેલવાડીયા નિશાંત વિજેતા બન્યા હતા.

(3:33 pm IST)