Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખોડલધામ નોર્થ ઝોનમાં નરેશભાઈ પટેલના ધર્મપત્‍ની શાલીનીબેન અને પુત્ર શિવરાજના હસ્‍તે આરતી

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ દ્વારા નોર્થ ઝોનમાં આયોજીત ખોડલધામ નવરાત્રી મહોત્‍સવમાં  ખેલૈયાઓએ ગરબે રમવાનો આનંદ ઉઠાવ્‍યો હતો. આ રૂડા અવસરમાં ખોડલધામ ટ્રસ્‍ટના ચિરાગભાઈ શિયાણી, ટ્રસ્‍ટી છગનભાઈ બુસા ટ્રસ્‍ટી, રાજકોટ જિલ્લાના યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, બાલાજી વેફરવાળા ચંદુભાઈ વીરાણી અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાના હસ્‍તે ખેલૈયાઓને ઈનામો આપવામાં આવેલ. દરરોજ પ્રિન્‍સ- પ્રિન્‍સેસને ૨૧ ઈનામો આપવામાં આવે છે. ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલના ધર્મપત્‍નિ શાલીની બહેન  તથા તેમના પુત્ર શિવરાજભાઈ પટેલ દ્વારા માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. ઉપરાંત માલવીયા પોલીસ સ્‍ટેશનના પીઆઈ શ્રી સાવલિયાબહેન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:35 pm IST)