Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દશેરાએ આપાગીગાના ઓટલે બાળાઓને લ્‍હાણી વિતરણ

નવરાત્રીમાં ભુદેવો દ્વારા દરરોજ હોમાત્‍મક પાઠાત્‍મક હવનઃ દીકરીઓ મહાપ્રસાદનો પણ લાભ લેશે : ૨૦૦થી વધુ ગરબી મંડળની ૧૫ હજાર બાળાઓને રોકડ (ભેટ પૂજા) અપાશે, સંતો- મહંતોની વિશેષ ઉપસ્‍થિતિઃ લોકગાયકો પૂનમ ગોંડલીયા અને અમરભાઈ ગઢવી માતાજીની આરાધના કરાવશેઃ નરેન્‍દ્રભાઈ સોલંકી

રાજકોટઃ માં ભગતવતીના નવલા નોરતાના પ્રસંગે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા દિવ્‍યાતિદિવ્‍ય તેમજ ભવ્‍યાતિ ભવ્‍ય નવરાત્રી અનુષ્ઠાન તેમજ નવરાત્રી મહોત્‍સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્‍યાતિ ભવ્‍ય શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રથમ નોરતાર્થી તા.૦૫-૧૦ બુધવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોરે સુધી હોમાત્‍મક તેમજ પાઠાત્‍મક હવન કાર્યો ચાલુ હોય છે. આ ધાર્મિક મહોત્‍સવની ઉજવણી તા.૦૫-૧૦ બુધવાર સવારે ૯ વાગ્‍યાર્થી શરૂ કરવામાં આવશે. તેમજ હવન કાર્યની પુર્ણાહુતી અને બિડુ હોમવાનો સમય બપોરના ૪:૧૫ કલાકનો રાખવામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકે માં ભગવતીના અન્‍નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્‍યારબાદ  દિકરીઓ તેમજ મહેમાનોને અન્‍નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

જગત જનની અખિલ બ્રહમાંડ અધિશ્વરી માતાજીના નવલા નોરતાની ઉજવણીમાં સમગ્રર્ધમપ્રેમી જનતા ભકિતમય બની ચુકી છે. ત્‍યારે શ્રી આપાગીગાના ઓટલે  પણ નવરાત સુધી સતત ધાર્મિક આયોજનનો ધમધમાટ હાલ જોવા મળી રહયો છે. આ તમામ ધર્મ મહોત્‍સવનો રોજે રોજ લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ઉપસ્‍થિત રહી મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ અપાયું છે.  ‘શ્રીઆપાગીગાના ઓટલો'ના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લાહણી વિતરણ તેમજ પ્રસાદી સ્‍વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના ભવ્‍યાતિ ભવ્‍ય કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્‍દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્‍ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શ્રી આપાગીગાના ઓટલે આયોજીત આ દિવ્‍ય મહોત્‍સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને તા.૦૫-૧૦ બુધવાર (દશેરા)ના દિવસે સવારે ૯ કલાકે શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંતશ્રી, શ્રી આપાગીગાના ઓટલો ચોટીલા તેમજ સૌરાષ્ટ ગુજરાતમાંથી પધારેલા અન્‍ય સંતો મહંતોના વરદ્‌ હસ્‍તે લહાણી વિતરાણ તેમજ રોકડ (ભેટ પુજા) પ્રસાદી સ્‍વરૂપે આપવામાં આવશે.

 ઉલ્લેખનીય છે કે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અવરત પગે ૨૪ કલાક સંપૂર્ણ વિનામુલ્‍યે અન્‍નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજ ખુબ જ મોર્ટી સંખ્‍યામાં મહાપ્રસાદનો લાભ લઇ રહયા છે. નવરાત્રી મહોત્‍સવમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આ દિવ્‍ય નવરાત્રી અનુષ્‍ઠાન મહામાંગલ્‍ય મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જાગાવ્‍યું છે.

આ નવરાત્રી મહોત્‍સવમાં તા. ૫-૧૦ બુધવાર (દશેરા) ના આયોજન નિમિતે માતાજીની આરાધના કરવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ (૧) એક ગરબી મંડળને રૂ. ૨૧૧૧૧, દ્વિતીય (૩) ત્રણ ગરબી મંડળને રૂ. ૧૧૦૦૦, તૃતિય (૩) ત્રણ ગરબી મંડળને ૭૧૦૦, ચતુર્થ (૫) પાંચ ગરબી મંડળને રૂા. ૫૧૦૦, પંચમ (૭) સાત ગરબી મંડળને રૂા. ૩૧૦૦, છઠ્ઠ (૬) અગ્‍યાર ગરબી મંડળને રૂા.૨૧૦૦ પુરસ્‍કાર ઇનામ આપવામાં આવશે.પરંતુ આ ઇનામ મેળવવા માટે તમામ ગરબી મંડળને પોતાનું રજીસ્‍ટ્રેશન સવારે ૧૦ પહેલા કરાવી લેવાનું રહેશે. ત્‍યાર બાદ રજીસ્‍ટ્રેશન કરવનાર દરેક દિકરીઓને લ્‍હાણી તેમજ રોકડ ભેટ પુજા આપવામાં આવશે.

દશેરાએ સવારે ૯ વાગ્‍યાર્થી સાંજે ૫ વાગ્‍યા સુધી નામાંકિત લોક ગાયક અમરભાઈ ગઢવી - લોક ગાયિકા પુનમ ગોંડલીયા ઓરકેસ્‍ટ્રા સાથે માતાજીની આરાધના કરાવશે.

શ્રી દિવ્‍ય નવરાત્રી અનુષ્‍ઠાન મહામાંગલ્‍ય મહોત્‍સવના મહાયજ્ઞ બાદ બીડુ હોમવાનો તેમજ પૂર્ણાહુતીનું આયોજન તા.૫  બુધવાર સાંજે ૪:૧૫ કલાકે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક જગ્‍યાઓના સંતો મહંતો પણ વિશેષ ઉપસ્‍થિતિ રહેશે તો તમામ ભાવિક જનોએ તેમજ દરેક ધર્મપ્રેમી જનતા તેમજ સેવક આમંત્રણ અપાયું છે.

(3:36 pm IST)